સુરત મહાનગરાપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલા રંગઉપવનનાં પે એન્ડ પાર્ક વિવાદમાં કોન્ટ્રાકટર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર ડીએલ ઇ
સુરત મહાનગરાપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલા રંગઉપવનનાં પે એન્ડ પાર્ક વિવાદમાં કોન્ટ્રાકટર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર ડીએલ ઇન્ફ્રાસ્ટ્રકચરે પોલીસ કમિશનર અને સુરત મહાનગરાપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને તેમના કાર્યકરો વિરુદ્વ ખુલાસા સાથે અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
કોન્ટ્રાક્ટર ડીએલ ઇન્ફ્રાસ્ટ્રકચરે પોલીસ કમિશનર અને સુરત મહાનગરપાલિકાને કરેલી અરજીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયા થતા ઋષિ નડોડા અને તેમના મળતીયા સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યો છે. કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે સેન્ટ્રલ ઝોનમાં રંગઉપવન મલ્ટીલેવલ પે એન્ડ પાર્કનો ઈજારો એક વર્ષ માટે ફાળવેલો છે. જેમાં ડિસેમ્બર-2022 થી આ જગ્યાએ પે એન્ડ પાર્કનો ધંધો કરવા માટે પૈસા આપવા પડશે તેવી ધાક-ધમકી આપી અવાર-નવાર હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે.
કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે કોર્પોરેટર સુહાગીયા અને તેમના મળતીયાઓ વારંવાર સુરત મહાનગરપાલિકામાં ખોટી ફરિયાદ કરી બદનામ કરવાની કોશિશ કરે છે. આ અંગેનં વ્હોટ્સએપ ચેટ પણ અમારી પાસે મૌજુદ છે. બીજું કે ‘આપ’ પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયા કે જે વરાછા એરિયાના છે. સુહાગીચા દ્વારા પે એન્ડ પાર્કનો ધંધો શાંતિથી કરવો હોય તો દર માસે રૂ. 25,000 રુપિયા આપવા પડશે તો હેરાન-પરેશાન નહીં કરે તેવી વાતચીત બાદ અમારા માણસો દ્વારા ઈન્કાર કરવામાં આવ્યા બાદ તેમના ગૃપના 15-20 માણસો આવી અમારી પાસે 12 કલાકના 20 રુપિયાની નિયમ પ્રમાણેની 15-20 સ્લીપ બનાવી અને પછી પૂર્વાયોજીત કાવતરાના ભાગ રૂપે વીડિયો બનાવવાનું શરૂ કર્યુ હતું.
ડીએલ ઇન્ફ્રાસ્ટ્રકચરે અરજીમાં કહ્યું છે કે વિપુલ સુહાગીયા દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા અને પાયા-વિહોણા છે. કારણકે, રેટ લિસ્ટમાં જેટલા કલાક પાર્ક કરવાના હોય તેટલા કલાકના ચાર્જ પ્રમાણેની રસીદ બનાવવામાં આવે છે. જે અમોએ તેમના કહ્યા મુજબ બનાવી આપી છે. બાદમાં ખોટા આક્ષેપો કરી અમારા માણસોને હેરાન-પરેશાન કરવા ધાક-ધમકી આપી અને તેમના પૂર્વાયોજીત કાવતરાના ભાગરૂપે જાહેર જનતાને ભેગા કરી અમારા વિરૂદ્ધ ઉકસાવવાની અને અમારો ધંધો રોકવાની તમામ કોશિશો કરવામાં આવી છે.
કોન્ટ્રાકટરે અરજીમાં વધુમાં જણાવ્યું છે કે અગર કોઈ નિયમ વિરૂદ્ધ કાર્યવાહી થતી હોય તો તેની એક પદ્ધતિ હોય છે. આ રીતે માણસોને ધમકાવી આવતા-જતા વાહનોને રસ્તામાં ઊભા રાખી લોકોને ગેરમાર્ગે દોરી ભયનો માહોલ બનાવવાની નિરર્થક કોશિશ કરાઈ છે. પોતાની રાજકીય વગનો હપ્તા માંગવાનો ગેરકાયદેસર ધંધો કરવા માટે ખોટા ઉપયોગ કરવામાં આવે તો આ કેટલે અંશે યોગ્ય કહેવાય. કોર્પોરેટનું કામ છે ખોટુ થતું અટકાવવાનું અને સુમપાના નીતિ- નિયમોનું યોગ્ય પાલન કરી જાહેર જનતાને યોગ્ય માર્ગ બતાવવાનો જેના બદલે ખોટી રીતે હેરાન-પરેશાન કરે તે કેટલું યોગ્ય છે.
ડીએલ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વ્રાર આપના કોર્પોરેટર તથા તેમના મળતીયા દ્વારા પોતાના અંગત સ્વાર્થ ખાતર ખોટી રીતે બદનામ કરવાની પેરવી કરી ખોટા આક્ષેપ કરી પૈસા આપવા માટે માનસિક દબાણ કરતા હોવાથી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
COMMENTS