સુરતમાં હેલ્થ પરમીટના ખોટા નંબરો અને ખોટા નામો દર્શાવી 465,467,468, 471, 120(બી), 114 તથા પ્રોહિબિશન એકટ કલમ-65(એ) (ઇ) મુજબ હતી. ફરિયાદમાં બીયર અને વ
સુરતમાં હેલ્થ પરમીટના ખોટા નંબરો અને ખોટા નામો દર્શાવી 465,467,468, 471, 120(બી), 114 તથા પ્રોહિબિશન એકટ કલમ-65(એ) (ઇ) મુજબ હતી. ફરિયાદમાં બીયર અને વ્હીસ્કીનું વેચાણ કરવાના ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા સુનાવણીના અંતે પુરવાના અભાવે ત્રણ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી રીતની છે કે 2011માં આરોપી કેતનભાઈ ઉર્ફે કેતો લલ્લુભાઈ પટેલ (રહે.ઘર નં.308, સુંદરવન સોસાયટી, દાંડી રોડ, મોરાભાગળ, સુરત), ખંડુ દાજીભાઈ પવાર ( રહે. ચંદ્રલોક સોસાયટી, પરવત ગામ, સુરત) અને નરેન્દ્રસિંહ કનકસિંહ સિન્ધા (રહે. સમૃધ્ધિ બંગ્લોઝ નં.74, ભોલાવ પ્રાર્થના વિદ્યાલયની સામે, ભરૂચ) સામે ઉમરા પોલીસ મથકમાં ઇ.પી.કો. કલમ-419, 320 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણેય આરોપીઓએ વર્ષ 2011માં વિવિધ પરમિટ ધારોકોને સ્પીરીટનું 1549.50 યુનિટનુ વાઈન તથા 9813.50 યુનિટ બિયરનું વેચાણ કર્યું હતું.
આ બાબતે ક્રોસ વેરીફીકેશન કરતા હેલ્થ પરમીટ ધારક ન ધરાવતા હોય તેવા ૧127 ઇસમોને હેલ્થ પરમીટના ખોટા નંબરો અને ખોટા નામો દર્શાવીને 587 યુનિટ બિયરની કુલ નંગ-5870 બોટલ કિં.રૂ.૫,28,300, પાંચ યુનિટ 500 મી.લી. બીયરની કુલ નંગ- 65 બોટલ કિં.રૂ.3900, 29 જુદી જુદી બોટલ 750 મી.લી.ની વ્હીસ્કીની જુદી જુદી કંપનીની કિં.રૂ.14,500ની મળી કુલ્લે રૂ.5.46,700નુ ગેરકાયદેસર વેચાણ કર્યું હતું. વેચાણ કરવા માટે ખોટા નામે ખોટા પરમીટ નંબરો દર્શાવી વેચાણના કોમ્પ્યુટરાઇઝ બીલો બનાવી બીલો ઉપર ખોટી સહીઓ કરી હતી. આ કેસમાં ઉમરા પોલીસે ત્રણેય આરોપીની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કેસ કોર્ટમાં ચાલી હતા. કોર્ટે ત્રણેય આરોપીને પુરાવાનાં અભાવે નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ સુબેસિંગ યાદવ અને વિદ્વાન એડવોકેટ સિદ્ધાર્થ મોદીએ દલીલ કરી હતી.
COMMENTS