સુરત: બિલ્ડર આરીફ કુરૈશીની સગરામપુરામાં સરાજાહેર ઘાતકી હત્યા અંગે બેની ધરપકડ, રુપિયાની લેતી-દેતીનો હતો મામલો

HomeGujarat

સુરત: બિલ્ડર આરીફ કુરૈશીની સગરામપુરામાં સરાજાહેર ઘાતકી હત્યા અંગે બેની ધરપકડ, રુપિયાની લેતી-દેતીનો હતો મામલો

સુરતમાં ગુનાખોરીએ હદ વટાવી છે. રવિવારે રાત્રે યુ ટ્યૂબના પત્રકારને લબરમૂછિયા ટપોરીઓએ રહેંસી નાંખ્યો હતો, તે ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં તો ધોળા દિવસે સગ

વકફની સોનાની લગડી સમાન જમીન બિલ્ડરને ફુંકી મરાઈ, જીતાલીની જુની મસ્જિદના ટ્રસ્ટીઓનું કરોડોનું કૌભાંડ
એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલના આચાર્યા શમીમ પઠાણને એનાયત કરાયો બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ, મુસ્લિમ સમાજમાં ગૌરવની લાગણી
ગુજરાત પેટાચૂંટણી: ઠાસરા બે વોટથી અને કચ્છની મુન્દ્રા સીટ માત્ર ચાર વોટથી હારી ગઈ કોંગ્રેસ

સુરતમાં ગુનાખોરીએ હદ વટાવી છે. રવિવારે રાત્રે યુ ટ્યૂબના પત્રકારને લબરમૂછિયા ટપોરીઓએ રહેંસી નાંખ્યો હતો, તે ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં તો ધોળા દિવસે સગરામપુરા વિસ્તારમાં સરાજાહેર બિલ્ડરની હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ ઘટનામાં સગરામપુરામાં રહેતા ફૈઝ મુલ્લા(તલ્લોઈ) અને તબરેઝ મુલ્લા(તલ્લોઈ)ની ધરપકડ કરી છે.પકડાયેલા બન્ને આરોપીઓ સગા ભાઈ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સગરામપુરા વિસ્તારમાં તલાવડી ખાતે દિનદહાડે જાહેરમાં 55 વર્ષીય બિલ્ડર આરીફ કુરેશની હત્યા થઈ છે. હુમલાખોરોએ સળીયાથી મારી આરીફ કુરેશીની કરપીણ હત્યા કરી છે.

હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં દહેશત વ્યાપી ગઈ હતી. મસ્જિદની નજીક જ બિલ્ડરની હત્યા થતા માહોલ તંગ બન્યો હતો. બિલ્ડરના મિત્રો, પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. રસ્તા પર લોહીનું ખાબોચિયું ઉભરાયું હતું. કોઈકે બિલ્ડરની લાશને ઢાંકી હતી.

જાણવા મળ્યા મુજબ બે હુમલાખોરો બાઈક પર આવ્યા હતા. તેઓએ પાછળથી સળિયા વડે બિલ્ડર પર હુમલો કરી દીધો હતો. ઉપરાછાપરી બિલ્ડરને સળીયા, લાકડાના ફટકા મારી હત્યા કરી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં અઠવા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

પોલીસ અધિકારીઓએ કહ્યું કે, 55 વર્ષીય બિલ્ડર આરીફ કુરેશીની હત્યા થઈ છે. તેઓ મસ્જિદમાં નમાઝ પઢવા આવ્યા હતા. નમાઝ પઢીને પરત જઈ રહ્યાં હતા ત્યારે બે હુમલાખોરોએ હુમલો કર્યો હતો. એક યુવકે પાછળથી બિલ્ડરના માથામાં રોડથી હુમલો કર્યો હતો.

વિગતો મુજબ ગઈ મોડી રાત્રે અઠવા પોલીસે ઘટના અંગે બેની ધરપકડ કરીહતી અને જણાવ્યું હતું કે પૈસાની લેતી દેતીની અંગત અદાવતમાં બિલ્ડર આરીફ કુરૈશીની હત્યા કરવામાં આવી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0