સુરત: યૂ-ટ્યૂબર પત્રકાર ઝૂબેર ખાનની હત્યામાં નવ બાળ કિશોરોને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ

HomeGujarat

સુરત: યૂ-ટ્યૂબર પત્રકાર ઝૂબેર ખાનની હત્યામાં નવ બાળ કિશોરોને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ

સુરતના આંજણા વિસ્તારમાં 29મી જુલાઈની રાત્રે યૂ-ટ્યૂબર પત્રકાર ઝૂબેર ખાનની હત્યાના કેસમાં સલાબતપુરા પોલીસે હત્યારાઓ સહિત નવ જેટલા બાળ કિશોરોને ઝડપી પા

ચાલતી ટ્રેનમાં ફાયરિંગ, RPF જવાને ગોળીઓ ધરબી સિનિયર અધિકારી સહિત ત્રણની હત્યા કરી
યુનિફોર્મ સિવિલ કોડને લઈ “આપ”માં ધમાચકડી, રાજપીપળાના આદિવાસી નેતા પ્રફુલ વસાવાનું AAPમાંથી રાજીનામું
બિઝનેસ માટે ગોવા બોલાવીને ગુજરાતના વેપારીઓને હનીટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર, ગુજરાતની બે યુવતી-એક યુવકની ધરપકડ

સુરતના આંજણા વિસ્તારમાં 29મી જુલાઈની રાત્રે યૂ-ટ્યૂબર પત્રકાર ઝૂબેર ખાનની હત્યાના કેસમાં સલાબતપુરા પોલીસે હત્યારાઓ સહિત નવ જેટલા બાળ કિશોરોને ઝડપી પાડ્યા છે. તમામની ઉમર 18 કે તેનાથી ઓછી છે.
પોલીસના જણાવ્યા મુજબ યૂ-ટ્યૂબર પત્રકાર ઝૂબેર ખાનની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ રીતે ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ઝૂબેર ખાનની હત્યામાં રેહાન ઉર્ફ ગોરા સમીર શેખને પકડી પાડવામાં આવ્યો હતો. રેહાનની પૂછપરછ કરતા કુલ નવ લોકો હત્યામાં સંડોવાયા હોવાનું ખૂલ્યું હતું. 29મી જુલાઈની રાત્રે આંજણાફાર્મ એચ.ટી.સી. માર્કેટ-1 સામે સાઇકૃપા ઇન્ડસ્ટ્રીઝનાં ખાતામાં નંબર-58,59,60માં પહેલા માળે દાદર પાસે ઝુ
બેરખાન જહાગીરખાન પઠાણ બેઠો હતો. આ દરમિયાન આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરોએ એક સંપ થઇને ઝૂબેર ખાનની હત્યા કરી હતી.
પોલીસ યૂ-ટ્યુબર પત્રકાર ઝૂબેર ખાનની હત્યાના કેસમાં રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ ઉ.વ.18 વર્ષ 01 માસ 07 દિવસ (જન્મ તા.23/06/2006) ધંધો.ઓનલાઇન ડીલીવરી(વોલ્મો કંપની) રહે.ઘર નં.૨૨૫, ગલી નં.07 એચ.ટી.સી.માર્કેટની બાજુમાં, અનવરનગર,આંજણા ફાર્મ, સલાબતપુરા સુરત મુળવતન.ભુસાવલ રામદાસ વાડી સામે, ભુસાવલ તા.જી. જલગાવ (મહારાષ્ટ્ર) તથા ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભુખા શેખફરીદ શેખહમીદ ઉ.વ.18 વર્ષ 02 માસ 09 દિવસ(જન્મ તા.21/05/2006) ધંધો.પપ્પા સાથે નાસતાની દુકાન પર કામ રહે.ઘર નં.૩૫૦, ગલી નં.૦૭ એચ.ટી.સી.માર્કેટની બાજુમાં, અનવરનગર,આંજણા ફાર્મ, સલાબતપુરા સુરત. તથા કાયદાના સંઘર્ષમાં આવેલા કુલ સાત બાળકિશોરોને પકડી પાડ્યા છે.

હત્યાનો ગુનો ઝડપથી ઉકેલવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર સેકટર-1, નાયબ પોલીસ કમિશનર ઝોન-2 ભગીરથ ગઢવી અને મદદનીશ પોલીસ કમિશનર “સી” ડીવીઝન ચિરાગ પટેલ દ્વારા વિશેષ સૂચના આપવામાં આવી હતી સલાબતપુરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સપેક્ટર. કે.ડી.જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ની ટીમ, ટેકનિકલ સ્ટાફના પોસઇ વી.વી.ત્રિપાઠી તથા પોલીસ માણસો ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ આધારે હત્યાના ગુનામાં સંડોવાયેલાઓને શોધી કાઢવા વર્ક આઉટમાં હતા દરમિયાનમાં અહેકો વિજયભાઇ સુર્યકાંત અને તથા અ.હે.કો. કિશોરભાઇ ધીરૂભાઇને મળેલી સંયુક્ત બાતમી હકીકત આધારે કિશોરભાઇ ધીરૂભાઇ વગેરેએ મુખ્ય આરોપી રેહાન અને ફૈઝલને ઝડપી પાડ્યા હતા.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 3