રાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી તરીકે દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ શપથ ગ્રહણ કર્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ
રાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી તરીકે દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ શપથ ગ્રહણ કર્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાજસ્થાનના રાજ્યપાલ કાલરાજ મીશ્રાએ આ શપથ લેવડાવ્યા હતાં.
રાજસ્થાનમાં આજે ભાજપ સરકાર સત્તારૃઢ થઈ છે.
રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે આજે ભજનલાલ શર્માએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતાં. આમ ૩૩ વર્ષ પછી બ્રાહ્મણ સમાજના મુખ્યમંત્રી બન્યા છે.
તેઓ પ્રથમ વખત જ વિધાયક બન્યા છે અને તેમને મુખ્યમંત્રીની જવાબદારી ભાજપ દ્વારા સોંપવામાં આવી છે.
તા. ૧પ-૧ર-૧૯૬૭ ના રોજ તેમનો જન્મ થયો હતો. એટલે કે તેઓએ જન્મદિવસે જ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. એબીવીપીથી તેમનું પક્ષમાં આગમન થયું હતું અને ૧૦ વર્ષથી પક્ષમાં મહાસચિવ તરીકે રહ્યા છે. મૂળ ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્માએ આજથી રાજસ્થાનની શાસનધુરા સંભાળી છે. આ પછી નાયબ મુખ્યમંત્રી તરીકે દિયાકુમારીએ શપથ લીધા હતાં. જયપુરની વિધાનગર બેઠકથી તેઓ વિધાયક બન્યા હતા અને ૭૧૩૬૮ મતથી જીત મેળવી હતી.
તેઓ રાજઘરાના સાથે સંકળાયેલા છે. વર્ષ ર૦૧૯ માં સાંસદ પણ બન્યા હતાં. તેઓએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે.
આ પછી બીજા નાયબ મુખ્યમંત્રી તરીકે ડો. પ્રેમચંદ બૈરવાએ શપથ ગૃહણ કર્યા હતાં તેઓ ૩પ૭૪૩ મતથી જીત મેળવી વિધાયક બન્યા હતાં. જયપુરના ડુંડુ બેઠક ઉપરથી તેઓએ ચૂંટણી લડી હતી. તેઓ દલીત સમાજમાંથી આવે છે અને ખાસ્સુ પ્રભુત્વ ધરાવે છે.
જયપુરમાં યોજાયેલા આજના શપથગૃહણ સમારોહમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત રાજયપાલ કાલરાજ મીશ્રા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડા, કેન્દ્રીય મંત્રી અમીત શાહ રાજનાથસિંહ અને નિતિન ગડકરી તેમજ કેટલાક રાજ્યના મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહ્યા હતાં. એ સિવાય પૂર્વ મુખ્યમંત્રીએ અશોક ગેહલોત અને વસુંધરારાજે સિંધીયા તેમજ અનેક કેન્દ્રીય મંત્રીઓ કેટલાક રાજ્યના મુખ્ય મંત્રીઓ પાર્ટીના આગેવાનો સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતાં.
COMMENTS