ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઉતરાણ અંગે વડાપ્રધાન મોદીએ દક્ષિણ આફ્રિકાથી ઈસરોના વૈજ્ઞાનિકોને શાબ્બાશી આપી હતી, અભિનંદન આપ્યા હતા અને વધામણા કર્યા હતા. ત
ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઉતરાણ અંગે વડાપ્રધાન મોદીએ દક્ષિણ આફ્રિકાથી ઈસરોના વૈજ્ઞાનિકોને શાબ્બાશી આપી હતી, અભિનંદન આપ્યા હતા અને વધામણા કર્યા હતા. તેમણે કહ્યું કે હવે પછી તમામ કહેવતો પણ બદલાઈ જશે. આજના અવસરને દેશ હંમેશ માટે યાદ રાખશે. આપણને કહાનીમાં કહેવાતું હતું કે ચંદા મામા દુર કે, પણ હવે કહેવાશે ચંદામામા ટૂર કે.
તેમણે કહ્યું કે મારા પરિવારજનો, હું બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવા દ.આફ્રિકા આવ્યો છું અને એક ભારતીય તરીકે મારું હૃહય ગજગજ ફૂલી રહ્યું છે. આ ગૌરવશાળી પળના 140 કરોડ ભારતીયો સાક્ષી બન્યા છે. દરેક જગ્યાએ ફટાકડા ફૂટી રહ્યા છે. દેશભરમાં જશ્ન મનાવવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે આ ઉડાન ભારતને ચંદ્રમાની કક્ષાથી વધુ ઉંચે લઈ જશે. આપણે ભવિષ્ય માટે અનેક મોટા અને મહત્વકાંક્ષી કાર્યો હાથ ધર્યા છે. સૂર્ય માટે ઈસરો આદિત્ય-એલ લોન્ચ કરવા જઈ રહ્યો છે. હ્યુમન ફ્લાઈટ માટે પણ ભારત તૈયાર થઈ ગયો છે.
મહત્વાકાંક્ષી મિશન ચંદ્રયાન 3ના લેન્ડર વિક્રમનાં ઉતરાણને વર્ચ્યુઅલ રીતે નિહાળતા દક્ષિણ આફ્રિકામાં રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની આ ક્ષણ છે, અને આ તે ક્ષણ છે 140 કરોડો ધબકારાની શક્તિ ધરાવે છે…”
પ્રધાનમંત્રીએ કહ્યું, “દેશવાસીઓ માટે, આ નવી ઉર્જા, નવી શ્રદ્ધા, નવી ચેતનાની ક્ષણ છે… વિજયના ચંદ્રમાર્ગ પર ચાલવાની આ ક્ષણ છે… ભારતના ઉદયને આહ્વાન કરવાની આ ક્ષણ છે. ભાગ્ય… અમૃત કાલનું.” સફળતાનું આ અમૃત પ્રથમ પ્રકાશમાં પડ્યું, અને આજે દરેક ભારતીય ઉજવણીમાં ડૂબી ગયો છે…”
COMMENTS