મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી: WFI ના પૂર્વ વડા, ભાજપ સાંસદ બ્રિજભૂષણને દિલ્હી કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા

HomeCountry

મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી: WFI ના પૂર્વ વડા, ભાજપ સાંસદ બ્રિજભૂષણને દિલ્હી કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા

દિલ્હીની અદાલતે મંગળવારે ભાજપનાં સાંસદ અને આઉટગોઇંગ WFI ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહને અનેક મહિલા કુસ્તીબાજો દ્વારા તેમના પર લગાવવામાં આવેલા જાતીય સતામણીન

કોંગ્રેસની 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, વાયનાડથી રાહુલ ગાંધી, રાજનંદગાંવથી ભૂપેશ બઘેલ 
ભાજપની પ્રથમ યાદીમાં PM મોદી સહિત 100 ઉમેદવારોના નામ, 29 ફેબ્રુઆરીએ થઈ શકે છે જાહેરાત 
શેર બજારમાં રેકોર્ડ બ્રેક તેજી, સેન્સેક્સ ઓલટાઈમ હાઈ, 65 હજારની સપાટી કૂદાવી

દિલ્હીની અદાલતે મંગળવારે ભાજપનાં સાંસદ અને આઉટગોઇંગ WFI ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહને અનેક મહિલા કુસ્તીબાજો દ્વારા તેમના પર લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોના સંબંધમાં બે દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. 25,000ના બોન્ડ પર વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

બ્રિજ ભૂષણે ચાર્જશીટમાં આરોપોને શબ્દશ: લખવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને કોર્ટમાં મીડિયા ટ્રાયલનો પણ આક્ષેપ કર્યો હતો. આરોપોના જવાબમાં કોર્ટે કહ્યું કે યોગ્ય અરજી દાખલ કરી શકાય છે.

WFIના સસ્પેન્ડેડ આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરને પણ વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટ ગુરુવારે નિયમિત જામીન અરજી પર સુનાવણી કરશે. કોર્ટે મીડિયાકર્મીઓને પણ તેમના રિપોર્ટિંગમાં જવાબદાર રહેવા અને ન્યાયાધીશો વિશે ખોટા સંદર્ભો ન બનાવવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે “ખરાબ મીડિયા રિપોર્ટિંગના પરિણામો આવે છે અને તે કોર્ટની અવમાનના સમાન હોઈ શકે છે”.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે બ્રિજ ભૂષણની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજરી પહેલા તેમના ઘરની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે. છ મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ પર જાતીય સતામણી અને ડરાવવાનો આરોપ લગાવ્યો છે.

બીજી જૂનના રોજ દિલ્હી પોલીસે મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોના આધારે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ બે FIR અને 10 ફરિયાદો નોંધી હતી. WFI પૂર્વ ચીફ સામેની ફરિયાદોમાં અયોગ્ય સ્પર્શ, છોકરીઓની છાતી પર હાથ ફેરવવા, છાતીથી પીઠ તરફ હાથ ફેરવવા અને પીછો કરવા જેવા અન્ય પ્રયાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસે છ વખતના સાંસદ બ્રિજભૂષણ સિંહ સામે 15 જૂને કલમ 354 (મહિલાની ગરિમાને ઈરાદાથી હુમલો અથવા ફોજદારી બળ), 354A (જાતીય સતામણી), 354D (પીછો કરવો) હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. IPC 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બ્રિજભૂષણ શરણ સિંહે જાતીય દુર્વ્યવહારના તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0