2022ના એપ્રિલ મહિનાની 27મી તારીખે સુરતનાં રાંદેર રોડ વિસ્તારમાં આવેલા ફ્રુટના વેપારી સલીમ ખાનની રમઝાન મહિનામાં સરાજાહેર જીવલેણ ઘા ઝીંકી હત્યા કરવામાં
2022ના એપ્રિલ મહિનાની 27મી તારીખે સુરતનાં રાંદેર રોડ વિસ્તારમાં આવેલા ફ્રુટના વેપારી સલીમ ખાનની રમઝાન મહિનામાં સરાજાહેર જીવલેણ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનાં કેસમાં સુરતનાં રાંદેર પોલીસ સ્ટેશને સલીમ ખાનની પત્ની સાહેદા બાનુની ફરિયાદનાં આધારે રાજ ઉર્ફે બોબડા ઉર્ફે ગુરુ સહિત આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પૈકી રાજ ઉર્ફે બોબડાએ સુરતના વકીલ સમીર ખાન પઠાણ હસ્તક ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ વસીમભાઈ દ્વારા જામીન અરજી રજૂ કરી હતી. સરકારી વકીલ અને બચાવપક્ષની દલીલો સાંભળીને ગુજરાત હાઈકોર્ટે રાજ ઉર્ફે બોબડાના આકરી શરતો સાથે જામીન મંજુર કર્યા હતા.
ઘટનાની વિગત એવી છે કે 27-4-2022નાં રોજ સલીમ ખાન રાંદેર રોડ પર મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર જીવલેણ હૂમલો કરવામાં આવ્યો હતો. ઘાતકી હૂમલાના કારણે સલીમ ખાનનું મોત નિપજ્યું હતું. સલીમ ખાનની હત્યાના ગુનામાં રાજ ઉર્ફે બોબડા સહિત આઠ આરોપીઓ ધરપકડ કરવામાં આવી હતી. રાજ ઉર્ફે બોબડાએ સુરતના વકીલ સમીર ખાન હસ્તક ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ વસીમભાઈ દ્વારા રાજ ઉર્ફે બોબડાની જામીન અરજી રજૂ કરી હતી. હાઈકોર્ટ એડવોકેટ વસીમભાઈની દલીલો સાંભળીને આકરી શરતો સાથે રાજ ઉર્ફે બોબડાના જામીન મંજુર કર્યા હતા.

હાઈકોર્ટે મૂકેલી શરતો…
જામીનનો અયોગ્ય લાભ ન લેવા તથા તેનો દુરુપયોગ ન કરવો
ફરિયાદ પક્ષના હિતને નુકસાન થાય તે રીતે કાર્ય ન કરવું
જો કોઈ પાસપોર્ટ હોય તો નીચલી અદાલતમાં સપ્તાહમાં જમા કરાવવાનો રહેશે
6 મહિના સુધી સંબંધિત પોલીસ સ્ટેશનમાં દર સોમવારે હાજરી પુરાવવાની રહેશે.
સંબંધિત સેશન્સ જજની મંજુરી વિના ગુજરાત રાજ્ય છોડવું નહીં
તપાસ અધિકારી અને તે સમયે કોર્ટને પણ રહેઠાણનું હાલનું સરનામું જણાવવાનું રહેશે. કોર્ટની પરવાનગી વિના રહેઠાણનું સરનામું બદલાશે નહીં.
અન્ય કોઈ ગુનામાં સંડોવણી બહાર આવશે તો સંબંધિત જજ વોરંટ કાઢવા સ્વતંત્ર રહેશે.આ ઉપરાંત આમાંથી કોઈ પણ શરતોનો ભંગ કરવામાં આવશે તો કોર્ટ કાર્યવાહી કરી શકશે.


COMMENTS