સેન્ટ્રલ ઝોનમાં કામ કરતાં બિલ્ડરો પર ડોળો રાખીને ફરતા લોકલ ટપોરીઓ પૈકી ગઈકાલે એકે વ્હોરા બિલ્ડરને ધમકી આપી હોવાની ઘટનાથી સુરત પોલીસ સક્રીય થઈ ગઈ છે અ
સેન્ટ્રલ ઝોનમાં કામ કરતાં બિલ્ડરો પર ડોળો રાખીને ફરતા લોકલ ટપોરીઓ પૈકી ગઈકાલે એકે વ્હોરા બિલ્ડરને ધમકી આપી હોવાની ઘટનાથી સુરત પોલીસ સક્રીય થઈ ગઈ છે અને કેટલાંક ટપોરીઓને રાઉન્ડ અપ કરી પુછતાછ કરી રહી છે.
સુરતના નામાંકિત બિલ્ડરોમાં સમાવિષ્ટ શબ્બીર જાફર લોખંડવાલા નામના શખ્સે સેન્ટ્રલ ઝોનમાં અનેક પ્રોજેક્ટ થકી વિશિષ્ટ શાખ ઉભી કરી છે. તેમનું નામ પડતાં જ બુકિંગ પ્રક્રિયા ઝડપી બની જાય છે. ટુંકાગાળામાં સારી પ્રતિષ્ઠા ઉભી કરનાર શબ્બીર લોખંડવાલાની પ્રગતિ ખુબ ઝડપી બની હોવાથી કેટલાંક પ્રતિસ્પર્ધીઓ તેને પચાવી શક્યા નથી. જેને કારણે છેલ્લાં કેટલાંક સમયથી તેમના કામમાં અડચણો આવી રહી છે.
તાજેતરમાં જ તેમણે રૂસ્તમપુરા વિસ્તારમાં મોટી ડીલ કરી હોવાથી કેટલાંક પ્રતિસ્પર્ધીઓમાં પેટમાં તેલ રેડાયું છે અને તેમણે બિલ્ડરને હેરાન કરવા રીતસરનો સોપારી આપી હોય એમ એક લોકલ ટપોરીએ ટેલિફોનિક ધમકી આપીને શબ્બીરભાઈને સમજી વિચારીને પગલું ભરવા ચીમકી ઉચ્ચારી છે.નામ આપ્યા વિના ગર્ભિત ધમકી આપનાર ટપોરીને બેનકાબ કરવા બિલ્ડરે પોલીસ ફરિયાદ આપી છે જેને પગલે પોલીસે લોકલ ટપોરીને રાઉન્ડ અપ કરી આકરી પુછતાછ શરૂ કરી છે.
બિલ્ડરનો દોરી સંચાર
લોકલ ટપોરીને ધમકી આપવા માટે કોઈ વ્હોરા સમાજના જ બિલ્ડરની પાછળ ભૂમિકા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે જેને પગલે પોલીસે ઘનિષ્ઠ તપાસ શરૂ કરી છે. આ મામલામાં પ્રતિદ્વંધી દ્વારા સોપારી આપવામાં આવી હોય તેવી આશંકા નકારી શકાતી નથી.
COMMENTS