ભારે વરસાદના અસરગ્રસ્તોની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ નાગરિકોના પૂછ્યા ખબર-અંતર

HomeGujarat

ભારે વરસાદના અસરગ્રસ્તોની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ નાગરિકોના પૂછ્યા ખબર-અંતર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં. ર માં આવેલ ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલ

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને ચંદન સિતાર, પ્રથમ મહિલાને પોચમપલ્લી સાડી, PM મોદીએ ફ્રાન્સમાં આપી અનેક સ્પેશિયલ ગિફટ
વીડિયો: ઈસરોને મળી મોટી સફળતા, ચંદ્રયાન-3નાં વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર ફરી સોફ્ટ લેન્ડિંગ
ગુજરાતમાં બેઠક સમજુતી : કોંગ્રેસ 23-‘આપ’ 3 સીટ લડશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં. ર માં આવેલ ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ આ તકે આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ કરી તેઓના ખબર-અંતર પૂછ્યા હતાં તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન તેમજ હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી સાથે આ તકે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર બી.એ. શાહ, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન. મોદી સહિતના મહાનુભાવો જોડાયા હતાં.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0