ભાજપની પ્રથમ યાદીમાં PM મોદી સહિત 100 ઉમેદવારોના નામ, 29 ફેબ્રુઆરીએ થઈ શકે છે જાહેરાત 

HomePolitics

ભાજપની પ્રથમ યાદીમાં PM મોદી સહિત 100 ઉમેદવારોના નામ, 29 ફેબ્રુઆરીએ થઈ શકે છે જાહેરાત 

ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી-2024ની તૈયારીઓમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે. આ અંગે 29 ફેબ્રુઆરીએ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજવામાં આવી શ

સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે 24 ગાયના મોત, મહુવા-સુરત પેસેન્જર ટ્રેન સાથે સર્જાઈ દુર્ઘટના
અલ્હાબાદ હાઈકોર્ટની મંજુરી પછી પુરાતત્ત્વ વિભાગ દ્વારા જ્ઞાનવાપીનો સર્વે: વીડિયોગ્રાફી કરાઈ
ચંદ્રયાનનાં ચંદ્ર પર ઉતરાણની સિદ્વી પર PM મોદીએ આપ્યા અભિનંદન,બોલ્યા, ચંદામામા દુર કે નહીં પણ હવે કહેવાશે ચંદામામા ટૂર કે…

ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી-2024ની તૈયારીઓમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત છે. આ અંગે 29 ફેબ્રુઆરીએ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક બાદ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી પણ બહાર પાડવામાં આવશે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત લગભગ 80 થી 100 ઉમેદવારોના નામ હશે. તેમાં અન્ય કેટલાક મોટા ચહેરા પણ હોઈ શકે છે.

ભાજપની આ પ્રથમ યાદી ઘણી મહત્વની હશે, કારણ કે શાસક પક્ષે લોકસભાની 543માંથી 370 બેઠકો જીતવાનું મોટું લક્ષ્ય નક્કી કર્યું છે અને NDA માટે 400 બેઠકો મેળવવાની દિશામાં કામ કરી રહી છે.

કેરળના ઉમેદવારોની પ્રથમ યાદી પણ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.
ભાજપ આગામી થોડા દિવસોમાં કેરળમાંથી પણ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. આ યાદી ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનના નેતૃત્વમાં કેરળ પદયાત્રાના સમાપન પ્રસંગે બનાવવામાં આવી શકે છે. આ દરમિયાન 27 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પદયાત્રામાં ભાગ લઈ શકે છે.

ભાજપ હાઈકમાન્ડ ટૂંક સમયમાં રાજ્યના પાર્ટી નેતૃત્વ સાથે અંતિમ ચર્ચા કરશે. તિરુવનંતપુરમ મતવિસ્તારમાં વર્તમાન સાંસદ શશિ થરૂરને પડકારવા માટે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, અભિનેત્રી શોભના અને ફિલ્મ નિર્માતા-કમ-અભિનેતા સુરેશ કુમારના નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

કેરળમાંથી અનેક નામો કેન્દ્રીય નેતૃત્વને પ્રસ્તાવિત કર્યા

કેરળની પ્રથમ યાદીમાં તિરુવનંતપુરમ, અટ્ટિંગલ, કોલ્લમ, પથાનમથિટ્ટા, પલક્કડ, એર્નાકુલમ, થ્રિસુર, મલપ્પુરમ, કોટ્ટયમ અને ચલાકુડી લોકસભા બેઠકોના ઉમેદવારોનો સમાવેશ થશે. પથનમથિટ્ટા સીટ માટે પીસી જ્યોર્જ અને તેમના પુત્ર શોન જ્યોર્જની ઉમેદવારી અંગે અટકળો ચાલી રહી છે. આ ઉપરાંત ગોવાના ગવર્નર પીએસ શ્રીધરન પિલ્લઈના નામનો પણ કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, ભાજપ ચલાકુડી મતવિસ્તારમાં ટ્વેન્ટી-20 પાર્ટી સાથે ગઠબંધન કરવા પર વિચાર કરી રહી છે.

ત્રિશૂર બેઠક પરથી અભિનેત્રી શોભનાના નામની ચર્ચા થઈ રહી છે. આ વર્ષે 3 જાન્યુઆરીએ એક કાર્યક્રમમાં અભિનેત્રીએ મહિલા અનામત બિલ પસાર કરવા બદલ મોદીની પ્રશંસા કરી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0