hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyusha

સુરત: ભાઠેનાનાં જુગારધામ પર સલાબતપુરા પોલીસનો દરોડો, ચાર જુગારીઓ ઝડપાયા

HomeGujarat

સુરત: ભાઠેનાનાં જુગારધામ પર સલાબતપુરા પોલીસનો દરોડો, ચાર જુગારીઓ ઝડપાયા

સુરતના ભાઠેના વિસ્તારમાં સલાબતપુર પોલીસે જુગારધામ પર દરોડા પાડીને મુદ્દામાલ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્ચાર્જ પ

રાજસ્થાનઃ જોધપુરમાં 6 મહિનાની બાળકી સહિત એક જ પરિવારના 4 લોકોને સળગાવી દેવાયા, પ્રથમ ગળું કાપી કરાઈ હત્યા
મદુરાઈમાં ધ બર્નીંગ ટ્રેનઃ પ્રાઈવેટ ડબ્બો સળગતા 10 લોકો ભડથુંઃ 25 થી વધુ દાઝ્યાઃ અફરાતફરી
લોકોને રાજકીય દાનનો સ્ત્રોત જાણવાનો હક્ક નથીઃ કેન્દ્ર સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું

સુરતના ભાઠેના વિસ્તારમાં સલાબતપુર પોલીસે જુગારધામ પર દરોડા પાડીને મુદ્દામાલ સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઈન્ચાર્જ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશર ઝો-2 અને મદદનીશ પોલીસ કમિશનર સી-ડિવીઝન દ્વારા પ્રોહિબિશનનાં કેસો શોધી કાઢવા માટે અભિયાન ચલાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત સલાબતપુરા પોલીસ સ્ટેશનનાં પીઆઈ બીઆર રબારી અને
સેકન્ડ પીઆઈ એસ.એ.શાહના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વીવી ત્રિપાઠી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો સુજીતભાઈ અને અપોકો મહેન્દ્રભાઈને મળેલી બાતમીના આધારે વાડીવાલા બાવાની દરગાહ સામે આવેલા રઝા નગર, ભાઠેનામાં બંધ ઘરમાં પહેલા માળે ચાલતા જુગાર ધામ પર દરોડો પાડ્યો હતો.


જુગારી પાસેથી 36 હજાર કરતા વધુ રુપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે જલીલ ખાન, હારુન શેખ, મુસ્તાક ખલીફા અને હુસૈન શેખની ધરપકડ કરી હતી.

આ કામગીરીમાં પીઆઈ રબારી. સેકન્ડ પીઆઈ શાહ, પીએઅસઆઈ ત્રિપાઠી,એએસઆઈ મનસુખભાઈ, અહેકો સુજીતભાઈ,અહેકો કિશોરભાઈ,અહેકો વિક્રમભાઈ અહેકો અવિનાશભાઈ અને અપોકો મહેન્દ્રભાઈએ ટીમ વર્કથી દરોડાને સફળ બનાવ્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0