ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન, બે નવા રૂટ પર દોડશે!

HomeGujarat

ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન, બે નવા રૂટ પર દોડશે!

ગુજરાતમાં ટૂંક સમયમાં બે નવા રૂટ પર વંદે ભારત ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ છે. ભારતીય રેલવે આ માટે તૈયારી કરી રહ્યું છે. હાલમાં વંદે ભારત ટ્રેન જામનગર અન

મોંઘવારીનો વધુ એક માર, કોમર્શિયલ ગેસનો બાટલો સાત રૂપિયા મોંઘો થયો
સુરત: સલાબતપુરા પોલીસનાં મુદ્દામાલની ચોરીનો કેસ, આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરતી કોર્ટ, એડવોકેટ તકવીમ કાઝીએ કરી ધારદાર દલીલો
NCPમાં નવા ચહેરાઓને અપાશે સ્થાન: શરદ પવારે બળવાખોરો માટે દરવાજા બંધ કરવાનાં આપ્યા સંકેત

ગુજરાતમાં ટૂંક સમયમાં બે નવા રૂટ પર વંદે ભારત ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ છે. ભારતીય રેલવે આ માટે તૈયારી કરી રહ્યું છે. હાલમાં વંદે ભારત ટ્રેન જામનગર અને અમદાવાદ વચ્ચે દોડતી હતી. તેનો રૂટ સુરત સુધી લંબાવવામાં આવશે. નવી વંદે ભારત ટ્રેન ગુજરાતના અમદાવાદથી મુંબઈ સુધી દોડશે, જેની ટ્રાયલ શુક્રવારે થઈ હતી. બીજી નવી વંદે ભારત ટ્રેન પુણે જતા લોકો માટે ઉપલબ્ધ થશે, જોકે આ અંગે નિર્ણય લેવાનો બાકી છે. હાલમાં બંને વંદે ભારત રૂટ પ્રસ્તાવિત છે, જેમાંથી મુંબઈ રૂટનો ટ્રાયલ કરવામાં આવ્યો છે. વંદે ભારતનો જે રૂટ જામનગર અને અમદાવાદ વચ્ચે ચલાવવામાં આવતો હતો તેને સુરત સુધી લંબાવવાનો છે. તેની ટ્રાયલ પણ થઈ ગઈ છે. જામનગરથી અમદાવાદ સુધી ટ્રેનના રૂટના વિસ્તરણ સાથે હવે ગુજરાતમાં સુરતથી ચાર વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે.

હાલની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર ૨૦૯૦૧/૨૦૯૦૨ હાલમાં અમદાવાદ-મુંબઈ રૂટ પર દોડી રહી છે. વંદે ભારત આ રૂટ પરની સૌથી ઝડપી અને સૌથી આરામદાયક ટ્રેન છે. આ જોતાં રેલવે બોર્ડે અમદાવાદ-મુંબઈ રૂટ પર બીજી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનનું ટ્રાયલ ૧૦મી નવેમ્બર એટલે કે આજથી શરૂ થઈ ગયું છે, ત્યારબાદ તેના સંચાલન અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. નવી અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ જે હાલમાં આયોજનમાં છે. તે ટ્રાયલ રન માટે અમદાવાદ સ્ટેશનથી સવારે ૬ઃ૧૦ વાગ્યે નીકળી શકે છે. જે સવારે ૧૧ઃ૩૫ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તેની પરત યાત્રા મુંબઈ સેન્ટ્રલથી બપોરે ૩ઃ૩૫ કલાકે શરૂ થશે અને રાત્રે ૯ઃ૨૫ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન ગેરતપુર, વડોદરા, સુરત, વલસાડ, વાપી, વિરાર અને બોરીવલીમાંથી પસાર થશે અને ૫.૩૦ કલાકમાં ૪૯૧ કિમીનું અંતર કાપશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0