ગુજરાત સરકારના 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય અધિકારીઓ થશે ફરજિયાત નિવૃત્ત?

HomeGujarat

ગુજરાત સરકારના 55 વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય અધિકારીઓ થશે ફરજિયાત નિવૃત્ત?

ગુજરાત સરકારમાં છેલ્લા ઘણાં સમયથી નિવૃત્તિને લઈને અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા ક્લાસ ૧ અને ક્લાસ ર ના પપ વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય અધિકારીઓને સરકાર

મમતાની પાર્ટી TMCના ઉમેદવારોની યાદી જાહેર,પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત અનેક નામોનો સમાવેશ
ચૂંટણી ટાણે એમપી-રાજસ્થાન, કેન્દ્ર સરકાર, ચૂંટણીપંચ તથા આરબીઆઈને ‘રેવડી કલ્ચર’ સામે સુપ્રીમ કોર્ટની નોટીસ
કેરળમાં કોરોના વાયરસના 300 નવા કેસ, 3ના મોત; દેશભરમાં 2,669 સક્રિય કેસ

ગુજરાત સરકારમાં છેલ્લા ઘણાં સમયથી નિવૃત્તિને લઈને અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવતા ક્લાસ ૧ અને ક્લાસ ર ના પપ વર્ષથી વધુ ઉંમરના નિષ્ક્રિય અધિકારીઓને સરકાર નિવૃત્ત કરી શકશે. આ માટે કર્મચારીની કામગીરી યોગ્ય ન જણાય તો નિવૃત્ત કરવામાં આવશે.

નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણાં સમયથી સરકારી કર્મચારીઓને પ૦-પપ વર્ષની ઉંમરે નિવૃત્ત કરવાની વિચારણા ચાલી રહી છે, ત્યાં ગાંધીનગરમાં અગાઉની સૂચના રદ કરીને હવે તેમાં નવા માપદંડ ઉમેરાયા છે. જેમાં જો કોઈ સરકારી કર્મચારીઓની કામગીરી યોગ્ય ન જણાય તો સરકારી કર્મચારીને નિવૃત્ત કરી શકાશે.

કર્મચારીઓને નિવૃત્ત કરવાની સત્તા સરકાર પાસે છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે સૂચના જાહેર કરવામાં આવતા સરકારી કર્મચારીઓમાં કકડાટ ફેલાયો છે. કર્મચારીઓની સેવાની સમીક્ષાના આધારે તેમને નિવૃત્ત કરવાનો નિર્ણય સરકાર પાસે રહેશે. એટલે કે કર્મચારીના કામની સમીક્ષાના આધારે સરકારને નિર્ણય લેવાની સત્તા સોંપવામાં આવી છે. સમીક્ષા કરતી વખતે કર્મચારીના કામગીરીરીના રેકોર્ડને ધ્યાનમાં લેવાશે.

એટલું જ નહીં, નવા માપદંડમાં જો સરકારી કર્મચારીની કામગીરી શંકાસ્પદ હશે તો પણ નિવૃત્ત કરવામાં આવશે. સરકારી કર્મચારી ઓફિસ માટે બિનઅસરકારક જણાશે તેઓને પણ નિવૃત્તિ આપી દેવાશે. આવા કેસમાં એક વર્ષ સુધી વિચારણા કરવામાં આવશે. જે પછી નિવૃત્તિ આપવામાં આવશે, તેમ જાણવા મળે છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0