સુરતની સિમ્ગા હાઇસ્કૂલના કલા શિક્ષક કૈયુમ ખલીફાની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે પસંદગી

HomeGujarat

સુરતની સિમ્ગા હાઇસ્કૂલના કલા શિક્ષક કૈયુમ ખલીફાની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે પસંદગી

દેશન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્નથી સન્માનિત તથા શિક્ષક એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીને સમગ્ર ભારતમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છ

વાયબ્રન્ટ ગુજરાત:’ગ્લોબલ ટ્રેડ શો’માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો દબદબો, પીએમ મોદીએ શેર કર્યા જોરદાર ફોટો
અમદાવાદના શાહે આલમ રોઝાના ટ્રસ્ટમાં વહીવટદાર બદલવા માટે કરાઈ માંગ, સ્થાનિક રહીશોએ વક્ફ બોર્ડને કરી રજૂઆત
ગુજરાતમાં હવે ગાડીઓ પર ‘એપ્લાય ફોર રજિસ્ટ્રેશન’ જોવા નહિ મળે, નવા નિયમો લાગુ કરાયા

દેશન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્નથી સન્માનિત તથા શિક્ષક એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીને સમગ્ર ભારતમાં શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શિક્ષણ ક્ષેત્રે નોંધ પાત્ર કામગીરી ઉત્તમ ફરજને લક્ષમાં લઇ શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. ત્યારે આ પાવન પર્વ સિમ્ગા હાઇસ્કૂલ શાળાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો, અર્થાત શાળામાં મા.વિ.ના કૈયુમ ઉસ્માનભાઈ ખલીફા (ઉર્દુ માધ્યમ) સગરામપુરા સુરત કે જેમને આ વર્ષનો સમગ્ર સુરત જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ સમારોહ સમારોહ “તેરાપંથભવન” ઉધના સુરત ખાતે સ્થાનિક શિક્ષકદિન ઉજવણીની સમિતિ ઉપક્રમે માન. શિક્ષણ મંત્રી (રાજ્યકક્ષા)ના પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને તથા આ તમામ કાર્યક્રમ સુરત જિલ્લાના કલેકટર આયુષ ઓકના સ્થાને યોજાયો હતો. જેમાં સુરત જિલ્લાના શિક્ષણાધિકારી ડૉ. દીપક. આર. દરજી, જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવા, સામાજિક કાર્યકર્તાઓ, તથા શિક્ષણ જગતના તમામ માંધાતાઓ, અન્ય મહેમાનોની ખૂબ મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ સુરત જિલ્લાના કલેકટર આયુષ ઓકના વરદ હસ્તે શાલ ઓઢાડી પ્રમાણપત્ર અને સ્પેશિયલ મોમેન્ટો પારિતોષિક આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે અનુવ્રત સમિતિ ગ્રેટર સુરત સંસ્થા દ્વારા પણ શ્રેષ્ઠ શિક્ષક સન્માનપત્ર શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ખરેખર આ એવોર્ડ કૈયુમ ખલીફાની વર્ષોથી કરેલી તપસ્યા અને મહેનતનું પરિણામ છે.તેમણે સામાજિકક્ષેત્રે, શૈક્ષણિકક્ષેત્રે, કલાક્ષેત્રે, સાહિત્ય, સંગીત, વકૃત્વ, રમતગમત તેમજ વિવિધ સરકારી ડીપાર્ટમેન્ટ, વિવિધ સ્પર્ધાત્મક માં નિષ્ણાંત તથા નિર્ણાયક તરીકે ભૂમિકાઓ વિવિધ યોજનાઓ સાથે જોડાઈને અનેક જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ પ્રાપ્ત કરી હંમેશા સક્રીય રહી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. સાથે જ શાળાના અનેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાને પણ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી છે. જે તેના ઉમદા કાર્યને શ્રેષ્ઠ વ્યક્તિત્વને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે.

આ તબક્કે સિમ્ગા હાઇસ્કૂલ સંસ્થાના પ્રમુખ ડૉ. ઇકબાલ.એ. સૈયદ, ઉપપ્રમુખ મો.શફી. એન. જરીવાલા, ઓન સેક્રેટરી મઝહર એ.નાતાલવાલા,જોઈન્ટ સેક્રેટરી મુઝફ્ફર.આઈ.નાતાલવાલા સાથે સંસ્થાના હોદ્દેદારો, શાળાના આચાર્ય એફએસ કાઝી તથા તમામ મેનેજીંગ કમેટીના સભ્યો તેમજ શાળા પરિવાર ઉપરોક્ત સિદ્ધિ બદલ કૈયુમ ખલીફાને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા,અને ભવિષ્યમાં આવા જ ઉમદા અને ઉત્સાહથી ખંતપૂર્વક આપ કાર્ય કરતા રહી રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરી શાળા,સંસ્થા,સમાજને ગૌરવાન્વિત કરો તેવી શુભકામના પાઠવી હતી.

શાળા અને સુરત જિલ્લાને ગૌરવ અપાવવા બદલ શાળાના આચાર્ય એફએસ કાઝી, શાળાના પ્રમુખ ડૉ.ઇકબાલ સૈયદ અને સેક્રેટરી મઝહરભાઈ નાતાલવાલા,તમામ ટ્રસ્ટીઓ, તથા મેનેજિંગ કમિટીના સભ્યો શાળા પરિવાર ગૌરવની હર્ષની લાગણી અનુભવી કલા શિક્ષક કૈયુમ ખલીફાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0