PM મોદી પહોંચ્યા ઇજિપ્તની અલ-હકીમ મસ્જિદ, જાણો શા માટે છે આ મસ્જિદનું મહત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈજિપ્તની મુલાકાત દરમિયાન કૈરોમાં હજાર વર્ષ જૂ
PM મોદી પહોંચ્યા ઇજિપ્તની અલ-હકીમ મસ્જિદ, જાણો શા માટે છે આ મસ્જિદનું મહત્વ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈજિપ્તની મુલાકાત દરમિયાન કૈરોમાં હજાર વર્ષ જૂની અલ-હકીમ મસ્જિદની મુલાકાત લીધી હતી.
ઇજિપ્તની આ 11મી સદીની મસ્જિદનું સમારકામ ભારતમાં રહેતા દાઉદી વ્હોરા સમુદાયના લોકોની મદદથી પૂર્ણ કરવામાં આવ્યું છે.
તેની મરામતની કામગીરી ત્રણ મહિના પહેલા પૂર્ણ કરવામાં આવી છે.
ઇજિપ્તની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે મોદીએ 1012માં બનેલી આ મસ્જિદની મુલાકાત લીધી હતી અને તેની દિવાલો અને દરવાજા પરની કોતરણી જોઈ હતી.
અલ હકીમ મસ્જિદ
આ મસ્જિદ કૈરોની ચોથી સૌથી જૂની મસ્જિદ છે.
આ શહેરની બીજી મસ્જિદ છે જેનું નિર્માણ ફાતિમીઓએ કર્યું હતું.
ભારતમાં સ્થાયી થયેલા દાઉદી વ્હોરા સમુદાયનો વારસો વાસ્તવમાં ફાતિમી ઈમામો સાથે જોડાયેલો છે.
આ સમુદાય ફાતિમી ઈસ્માઈલ તૈયબીની વિચારધારામાં માને છે.
મસ્જિદનું નામ 16મી સદીના ફાતિમી ખલીફા અલ-હકીમી બાય-અમ્ર અલ્લાહના નામ પરથી રાખવામાં આવ્યું છે.
દાઉદી વ્હોરા સમુદાયના લોકો આ મસ્જિદને ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માને છે.
એવું માનવામાં આવે છે કે આ સમુદાયના લોકો પહેલા ઇજિપ્તથી યમન ગયા અને પછી 11મી સદીમાં ભારતમાં સ્થાયી થયા.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, 1970 થી આ સમુદાયે મસ્જિદના સમારકામનું કામ શરૂ કર્યું હતું અને વર્તમાન યુગમાં, આ સમુદાય તેની જાળવણીનું કામ કરે છે.
13,560 ચોરસ મીટર વિસ્તારમાં બનેલી આ મસ્જિદની મધ્યમાં 5,000 ચોરસ મીટરની સેહાન છે.


COMMENTS