સુરત મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોનના ગુમાસ્તા ધારામાં ચાલે છે પટાવાળા હિતેશ રાઠોડનું રાજ, બદલી થઈ ગઈ પણ ગુમસ્તાધારાનો ચાર્જ છોડ્યો નથી

HomeGujarat

સુરત મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોનના ગુમાસ્તા ધારામાં ચાલે છે પટાવાળા હિતેશ રાઠોડનું રાજ, બદલી થઈ ગઈ પણ ગુમસ્તાધારાનો ચાર્જ છોડ્યો નથી

સુરત મહાનગરપાલિકામાં રોજે રોજ કશું અવનવું બને છે. રાજકીય વગ ધરાવતા કર્મચારીઓનો વાળ પણ વાંકો થતો નથી. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં રાજકીય વગ ધરાવતા અધિકા

જુનાગઢમાં વાદળ ફાટ્યું, અનરાધાર 16 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરક
ભૂજનાં જાંબાઝ પોલીસ કોન્સ્ટેબલ શકીલ શેખે જાનનાં જોખમે સુરતમાં હત્યા કરવા માંગતા શખ્સને દબોચી લીધો, અઠવા પોલીસે નજીવી કલમો લગાડી
ગુજરાતમાં 18 જુલાઈથી શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડઃ ફરીથી મેઘાની તોફાની બેટીંગની આગાહી

સુરત મહાનગરપાલિકામાં રોજે રોજ કશું અવનવું બને છે. રાજકીય વગ ધરાવતા કર્મચારીઓનો વાળ પણ વાંકો થતો નથી. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં રાજકીય વગ ધરાવતા અધિકારીઓ અને કર્મચારીઓ ફાટીને ધૂમાડે ગયા છે. શહેર વિકાસ ખાતાની હાલત તો અત્યંત દયનીય બની ગઈ છે.

અહીં જે વિગતો આપવામાં આવી છે તે સુરત મહાનગરાપાલિકાના સેન્ટ્રલ ઝોનનાં ગુમાસ્તાધારા વિભાગને અનુલક્ષીને છે. ગુમાસ્તાધારા વિભાગમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હિતેશ રાઠોડનુ ગુમાસ્તાધારામાં રાજ ચાલે છે. આ પટાવાળા ભાઈ ગમે ત્યારે ઉચ્ચ અધિકારીઓની ખુરશી પર બેસી જાય છે અને રોફ પણ જમાવે છે. સાથી કર્મચારીઓ સાથે તેમનું ઉદ્વતાઈપૂર્વકના વર્તનની અનેક ફરિયાદો આસિ, મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હોવા છતાં આ હિતેશભાઈ રાઠોડની સામે કાર્યવાહી કરવામાં આવી નથી.

આસિ.કમિશનર દ્વારા કરાયેલા ઓર્ડરની નકલ

બીજી મહત્વની બાબત એ છે કે સાતમી જૂનના રોજ હિતેશ રાઠોડની બદલી ગુમાસ્તા ધારા વિભાગમાંથી આકારણી વસુલાત વિભાગમાં કરવામાં આવી છે છતાં પણ હિતેશ રાઠોડે ગુમાસ્તાદારામાંથી પોતાનો ચાર્જ છોડ્યો નથી અને બદલીની જગ્યા પણ હાજર જોવા મળી રહ્યા નથી. મોટી મોકાણ એ છે કે જે પટાવાળાની ગુમાસ્તાધારામાં નિમણૂંક કરવામાં આવી છે તે પટાવાળાની હાલત કફોડી બની ગઈ છે.આસિ.મ્યુનિસિપલ કમિશનરના હુકમની પણ ઐસી તૈસી કરવામાં આવી રહી હોવાની છાપ પડી રહી છે.

આ કિસ્સામાં પણ આસિ. મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ રાજકીય વગ હોવાથી ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ કાર્યવાહી કરવાથી દુર રહેલા જણાય છે. આમ ગુમાસ્તાધારામાં હિતેશ રાઠોડની સામે ક્યારે શિક્ષાત્મક અને દાખલારુપ કાર્યવાહી થશે તેના પર સૌની નજર મંડાયેલી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1