સુરત: બોગસ સાયન્ટિસ્ટ મિતુલ ત્રિવેદીએ મોબાઈલમાં જ ઈસરો સંબંધિત બોગસ સર્ટિફેકટ કર્યા હતા તૈયાર 

HomeCountryGujarat

સુરત: બોગસ સાયન્ટિસ્ટ મિતુલ ત્રિવેદીએ મોબાઈલમાં જ ઈસરો સંબંધિત બોગસ સર્ટિફેકટ કર્યા હતા તૈયાર 

સુરત પોલીસનાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ (SOG) મિતુલ ત્રિવેદીની પૂછપરછમાં વ્યસ્ત છે. મિતુલ ત્રિવેદીએ ISROનો વૈજ્ઞાનિક હોવાનો બોગસ દાવો કર્યો હતો અને

ચંદ્રયાન-3 પછી ISROએ ફરી કર્યો કમાલ, સિંગાપોરના 7 સેટેલાઇટ લોન્ચ કર્યા
જુનાગઢમાં વાદળ ફાટ્યું, અનરાધાર 16 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરક
રાષ્ટ્રીય હિન્દુ દળે જ્ઞાનવાપીના બોર્ડમાંથી મસ્જિદ શબ્દ હટાવી દીધો

સુરત પોલીસનાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ (SOG) મિતુલ ત્રિવેદીની પૂછપરછમાં વ્યસ્ત છે. મિતુલ ત્રિવેદીએ ISROનો વૈજ્ઞાનિક હોવાનો બોગસ દાવો કર્યો હતો અને ચંદ્રયાન-3 લેન્ડરના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનો બોગસ દાવો કર્યો હતો.

આ કેસની તપાસ કરી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર એ.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી મિતુલ ત્રિવેદીએ ઈન્ટરનેટ પરથી ઈસરોના લોગો વગેરે મેળવ્યા બાદ તેના મોબાઈલમાંથી બે નકલી પત્રો તૈયાર કર્યા હતા.

આ બધું તૈયાર કરીને મિતુલે ઈસરોના ચંદ્રયાન પ્રોજેક્ટ અને અવકાશ સંશોધન પ્રોજેક્ટમાં ભાવિ મર્ક્યુરી ફોર્સ સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો. તેણે મીડિયામાં ખ્યાતિ મેળવીને તેના ટ્યુશન ક્લાસને રાતોરાત ચમકાવવાનો પ્રયાસ કર્યો હતો.

જે પ્રોફેસર સાથે મિતુલે તેની વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી. તે પ્રોફેસરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, પ્રોફેસરનો મોબાઈલ ફોન પણ ચેક કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જે કોલેજોમાં મિતુલ ત્રિવેદી લેક્ચર આપવા જતો હતો તે કોલેજોના સંચાલકોના નિવેદન નોંધવાના પ્રયાસો હાથ ધરાયા છે. અત્યાર સુધીની તપાસમાં કોઈપણ પ્રકારની દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવણી બહાર આવી નથી.ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3ની સફળતા બાદ તરત જ સુરતના મિતુલ ત્રિવેદીએ ઈસરોના વૈજ્ઞાનિક હોવાનો દાવો કર્યો હતો.

મીડિયામાં મોટા ઉપાડે ચંદ્રયાનના લેન્ડરના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવાની પણ બડાઈ કરી. જ્યારે તેના દાવાઓ પર શંકા ઊભી થઈ, ત્યારે પોલીસે તેની પૂછપરછ કરી અને પુરાવા માંગ્યા. ISRO દ્વારા વેરિફિકેશન બાદ બંને પત્રો નકલી હોવાની પુષ્ટિ થઈ હતી. જેના આધારે પોલીસે મિતુલની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1