પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર આતંકી હુમલો થયો છે, જેમાં પાક.ની એરફોર્સે નવ આતંકવાદી ઠાર કર્યા છે. આતંકવાદીઓએ પણ ૩ એરક્રાફ્ટ અને ૧ ફ્યૂઅલ ટેન્ક
પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર આતંકી હુમલો થયો છે, જેમાં પાક.ની એરફોર્સે નવ આતંકવાદી ઠાર કર્યા છે. આતંકવાદીઓએ પણ ૩ એરક્રાફ્ટ અને ૧ ફ્યૂઅલ ટેન્કર ઊડાડી દીધા છે. બાકીના ત્રણ આતંકીઓને પણ ઘેરી લેવાયા છે.
પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર શનિવારે, એટલે કે આજે સવારે આતંકી હુમલો થયો હતો. હથિયારોથી સજ્જ છ આત્મઘાતી બોમ્બર અરેફોર્સ ટ્રેનિંગ બેઝમાં ઘૂસ્યા હતાં. જિયો ન્યૂઝ અનુસાર પાકિસ્તાની એરફોર્સએ ૩ આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે બાકીના ૩ ને ઘેરી લેવામાં આવ્યા છે.
એન્કાઉન્ટર દરમિયાન ૩ એરક્રાફ્ટ અને ૧ ઈંધણ ટેન્કર નાશ પામ્યા હતાં. આ દરમિયાન એરબેઝની નજીક ગોળીઓ અને વિસ્ફોટના જોરદાર અવાજો સંભળાયા હતાં. અહેવાલો અનુસાર તહરીક-એ-જેહાદ પાકિસ્તાનં હુમલાની જવાબદારી લીધી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આતંકવાદીઓ સીડીઓ દ્વારા દીવાલ પર ચઢીને એરબેઝમાં પ્રવેશ્યા હતાં.
પાકિસ્તાનની એરફોર્સના જણાવ્યા મુજબ જવાનોએ સમયસર મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો. એરબેઝની અંદર અને એની આસપાસ અંતિમ કામગીરી ચાલી રહી છે. પાકિસ્તાન સશસ્ત્ર દળો કોઈપણ કિંમતે દેશમાંથી આતંકવાદના જોખમને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.
બીજી તરફ પાકિસ્તાન આર્મીએ આ હુમલાને લઈને એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘૪ નવેમ્બર ર૦ર૩ ના વહેલી સવારે પાકિસ્તાન એરફોર્સે મિયાંવાલી ટ્રેનિંગ એરબેઝ પર આતંકવાદી હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સૈનિકોએ તાત્કાલિક જવાબ આપતા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.’
આ પહેલા ર૮ સપ્ટેમ્બરે પાકિસ્તાનમાં બે જગ્યાએ બે બ્લાસ્ટ થયા હતાં. પહેલો આત્મઘાતી હુમલો બલુચિસ્તાનના મસ્તુંગ શહેરમાં એક મસ્જિદ પાસે થયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર આમાં ડીએસપી સહિત પ૪ લોકોના મોત થયા હતાં. જ્યારે ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતાં. હુમલા સમયે લોકો ઈદ-એ-મિલાદ-ઉન-નબીના જુલૂસ માટે એકઠા થઈ રહ્યા હતાં. બીજો બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વાના હંગુ શહેરની મસ્જિદમાં થયો હતો. આ પણ આત્મઘાતી હુમલો હતો. પાકિસ્તાની મીડિયા ‘ન્યૂઝ ઈન્ટરનેશનલ’ અનુસાર અહીં એક પોલીસ અધિકારી સહિત ૪ લોકો માર્યા ગયા હતાં.

જ્યારથી અફઘા-નિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા છે ત્યારથી આતંકવાદી સંગઠન ટીટીપી પાકિસ્તાનમાં મજબૂત બન્યું છે. પાકિસ્તાનમાં જે આતંકવાદી સંગઠનો અસ્તિત્વ ધરાવે છે, જેને આતંકવાદની ફેક્ટરી કહેવામાં આવે છે. એમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સૌથી ખતરનાક માનવામાં આવે છે. આ સંગઠને મલાલા યુસુફઝાઈ પર હુમલાની જવાબદારી લીધી હતી. તેણે જ પેશાવરની સૈનિક સ્કૂલ પર હુમલો કરીને ૧૧૪ બાળકની હત્યા કરી હતી.
હકીકતમાં પાકિસ્તાની તાલિબાનના મૂળ એ જ સમયે સ્થાપિત થવાનું શરૃ થયું હતું, જ્યારે ર૦૦ર માં અમેરિકન કાર્યવાહી પછી અફઘાનિસ્તાનમાંથી ભાગી ગયેલા ઘણાં આતંકવાદીઓ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં છૂપાયેલા હતાં, જ્યારે આ આતંકવાદીઓ સામે કાર્યવાહી શરૃ થઈ ત્યારે સ્વાત ઘાટીમાં પાકિસ્તાની સેનાનો વિરોધ શરૃ થયો. આદિવાસી વિસ્તારોમાં ઘણાં બળવાખોર જુથો વધવા લાગ્યા.
આવી સ્થિતિમાં ડિસેમ્બર ર૦૦૭ મા બેતુલલ્હ મહેસુદના નેતૃત્વમાં ૧૩ જુથે તેહરીક અભિયાનમાં જોડાવાનું નક્કી કર્યું, તેથી સંગઠનનું નામ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન રાખવામાં આવ્યું. ટૂંકમાં તેને ટીટીપી અથવા પાકિસ્તાની તાલિબાન પણ કહેવામાં આવે છે. તે અફઘાનિસ્તાનના તાલિબાન સંગઠનથી અલગ છે, પરંતુ ઈરાદા લગભગ એક જ છે. બન્ને સંસ્થાઓ શરિયા કાયદો લાગુ કરવા માગે છે.


COMMENTS