રાજસ્થાન બોર્ડર પાસે ભયાનક અકસ્માત થયો છે, જેમાં ગુજરાતના ૪ યુવકોના મોત, ચારેય મોડાસાના રહેવાસી છે. કાર અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતા અકસ્માતની આ ઘટના
રાજસ્થાન બોર્ડર પાસે ભયાનક અકસ્માત થયો છે, જેમાં ગુજરાતના ૪ યુવકોના મોત, ચારેય મોડાસાના રહેવાસી છે. કાર અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતા અકસ્માતની આ ઘટના બની હતી. એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા ડુંગરપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રાજસ્થાનમાં મોડી રાતે નેશનલ હાઈ-વે ૪૮ પર ભયાનક અકસ્માત થયો હતો. જેમાં ગુજરાતના ચાર યુવકોના મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર નેશનલ હાઈ-વે ૪૮ પર રતનપુર ચેકપોસ્ટથી નજીક વીંછીવાડાની હદમાં મોડી રાતે કાર અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતાં અકસ્માતની ઘટના બની હતી જેમાં ગુજરાતના ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે ડુંગરપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની મળતી માહિતી મુજબ મૃતક ચારેય યુવક મોડાસાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
COMMENTS