ISRO ચીફની બાયોપિકમાં મોટો ખુલાસો, કે.સિવન પર ગંભીર આક્ષેપ,ચંદ્રયાન-2ની નિષ્ફળતાના કારણોએ ઉભો કર્યો વિવાદ

HomeCountryScience

ISRO ચીફની બાયોપિકમાં મોટો ખુલાસો, કે.સિવન પર ગંભીર આક્ષેપ,ચંદ્રયાન-2ની નિષ્ફળતાના કારણોએ ઉભો કર્યો વિવાદ

ISROને લઇને એક ગંભીર સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ભારતના કેટલાક મીડિયા અહેવાલો મુજબ ISRO પ્રમુખ ડો. એસ સોમનાથે તેમના પુસ્તકમાં પૂર્વ ઇસરો ચીફ કે.સિવન

મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી: WFI ના પૂર્વ વડા, ભાજપ સાંસદ બ્રિજભૂષણને દિલ્હી કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા
ગાઝામાં મૃત્યુઆંક વધીને 2,215 થયો,724 બાળકોનો સમાવેશ: મંત્રાલય
દાઉદી વ્હોરા સમાજના વડા ધર્મગુરુ તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનની મોટી જીત, દાઈ તરીકે સૈયદના મુફદ્દલ જ રહેશે

ISROને લઇને એક ગંભીર સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ભારતના કેટલાક મીડિયા અહેવાલો મુજબ ISRO પ્રમુખ ડો. એસ સોમનાથે તેમના પુસ્તકમાં પૂર્વ ઇસરો ચીફ કે.સિવન પર ગંભીર આરોપ લગાવ્યા છે જેમાં સોમનાથે જણાવ્યું હતું કે તેઓ ઇસરો ચીફ ન બને તે માટે કે. સિવને પ્રયત્નો કર્યા હતા. ડો. એસ સોમનાથે લખેલી તેમની આત્મકથા ‘નિલાવુ કુડિચા સિંમ્હાગલ’માં તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે દરેક વ્યક્તિને તેની સંસ્થામાં ઉચ્ચ પદ સુધી પહોંચવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, અનેક પડકારોને પાર કરવા પડે છે. તેઓ પણ જીવનમાં આ પ્રકારના સંજોગોનો સામનો કરી ચુક્યા છે.

ISRO પ્રમુખ ડો. એસ સોમનાથે પીટીઆઇને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમણે કોઇ ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને તેવું લખ્યું નથી, આ કોઇ વ્યક્તિગત ટિપ્પણી નથી. કોઇપણ ઉંચા પદ માટે એક કરતા વધુ વ્યક્તિઓ લાયક હોય છે, અને દરેક વ્યક્તિ અલગ અલગ સંજોગોમાંથી પસાર થાય છે. ડો. એસ સોમનાથે ચંદ્રયાન-2 નિષ્ફળ કઇ રીતે ગયું તે વિશે પણ તેમની આત્મકથામાં લખ્યું છે, તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ચંદ્રયાન-2 ઉતાવળમાં લોન્ચ કરાયું હતું, જે ટેસ્ટ તેમાં થવા જોઇતા હતા.

સોમનાથે જણાવ્યું હતું કે ચંદ્રયાન-2 નિષ્ફળ એટલે ગયું કારણકે તેમાં ક્ષતિઓ છુપાવવામાં આવી હતી, પરંતુ જે થયું હતું તેની લોકોને જાણ થવી જોઇએ. જે સ્થિતિ જે મુજબ સર્જાઇ હોય તેને તે રીતે જ રજૂ કરવી જોઇએ. આના લીધે સંસ્થામાં પારદર્શિતા જળવાઇ રહે છે. એટલા માટે મેં આત્મકથામાં ચંદ્રયાન-2ની નિષ્ફળતા વિશે લખ્યું હતું.

મેં આ પુસ્તક લોકોને પ્રેરણા મળે એ હેતુથી લખ્યું છે, જેથી લોકો તેમના પડકારોનો મજબૂતાઇથી મુકાબલો કરી શકે. ગંભીર પરિસ્થિતિઓ સામે લડવાનું મનોબળ કેળવી શકે. આમાં કોઇની આલોચના કરવાનો કે કોઇને ઉતારી પાડવાનો ઇરાદો નથી, તેમ ડો. સોમનાથે જણાવ્યું હતું.