ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં 9મી નવેમ્બરથી દિવાળી વેકેશન પડશે

HomeGujarat

ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં 9મી નવેમ્બરથી દિવાળી વેકેશન પડશે

ગજરાતની તમામ પ્રાથમિક સ્કૂલોમાં તા.૯મી નવેમ્બરથી દિવાળી વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતી દિવાળી

ગુજરાતમાં દરેક મહિલા ધારાસભ્યોને માર્ગો માટે રૃપિયા સવા-સવા કરોડની વધુ ફાળવણી કરાશે
ભાજપનાં નેતા પૂર્ણેશ મોદીએ ‘મોદી સરનેમ’ કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો જવાબ , રાહુલ ગાંધીની અપીલને ફગાવી દેવા માંગ 
ગુજરાતમાં ઠંડીનું મોજું: 11 શહેરોમાં 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન નોંધાયું, નલિયા ઠંડુગાર

ગજરાતની તમામ પ્રાથમિક સ્કૂલોમાં તા.૯મી નવેમ્બરથી દિવાળી વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતી દિવાળી વેકેશનની તારીખ અનુસાર જ પ્રાથમિકમાં તારીખ જાહેર કરવામાં આવતી હોય છે. જેથી પ્રાથમિક અને માધ્યમિકમાં એક સાથે દિવાળી વેકેશન રાખી શકાય. આ વર્ષે પણ પ્રાથમિક અને માધ્યમિકમાં એક સાથે તા.૯મી નવેમ્બરથી વેકેશનનો પ્રારંભ થશે અને ૨૯ નવેમ્બર સુધી ૨૧ દિવસનું દિવાળી વેકેશન રહેશે તેવી જાહેરાત કરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવતા એકેડેમિક કેલેન્ડર અનુસાર જ પ્રાથમિક સ્કૂલોમાં પણ દિવાળી વેકેશન નિયત કરવામાં આવે છે. જે અનુસાર, આ વર્ષે પણ શિક્ષણ બોર્ડના શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલી તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન ૯ નવેમ્બર, ૨૦૨૩થી ૨૯ નવેમ્બર, ૨૦૨૩ સુધી કુલ ૨૧ દિવસનું નિયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0