ગુજરાતમાં દરેક મહિલા ધારાસભ્યોને માર્ગો માટે રૃપિયા સવા-સવા કરોડની વધુ ફાળવણી કરાશે

HomeGujarat

ગુજરાતમાં દરેક મહિલા ધારાસભ્યોને માર્ગો માટે રૃપિયા સવા-સવા કરોડની વધુ ફાળવણી કરાશે

 ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ મહિલા ધારાસભ્યોને માર્ગોના કામો માટે રૃપિયા સવા-સવા કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનું જાહેર કર

ગુજરાતમાં ઠંડીનું મોજું: 11 શહેરોમાં 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન નોંધાયું, નલિયા ઠંડુગાર
કેન્યામાં સુધારાવાદી દાઉદી વ્હોરા સમાજે સુરતના ઝેહરા સાયકલવાલાને સન્માનિત કર્યા
સુરતના રસ્તા પર અચાનક લોકો શોધવા લાગ્યા હીરા, હીરા બજારમાં મચી ગયો હડકંપ

 ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ મહિલા ધારાસભ્યોને માર્ગોના કામો માટે રૃપિયા સવા-સવા કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાનું જાહેર કર્યુ છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને લોકહિતના કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં ર૦ર૩-ર૪ ના વર્ષ માટે સવા કરોડ રૃપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ ગ્રાન્ટનો ઉપયોગ મહિલા ધારાસભ્ય પોતાના વિસ્તારમાં રોડ-રસ્તા સારા બનાવવા પાછળ વાપરી શકશે.

ગુજરાતમાં ૧પ મહિલા ધારાસભ્ય છે, જેમાં દરેક મહિલા ધારાસભ્યને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાના વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૃપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે. મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે આ નિર્ણય કર્યો છે. આમ અધિક મહિનામાં મુખ્યમંત્રીએ અધિક ગ્રાન્ટની ફાળવણી જાહેર કરવામાં આવી છેે.

ગુજરાતમાં ૧પ મહિલા ધારાસભ્યો છે, જેમાં સંગીતાબેન પાટીલ (લિંબાયત), ડો. દર્શિતાબેન શાહ (રાજકોટ પશ્ચિમ), ભાનુબેન બાબરિયા (રાજકોટ રૃરલ), ડો. દર્શનાબેન દેશમુખ (નાંદોદ), ગીતાબા જાડેજા (ગોંડલ), માલતીબેન મહેશ્વરી (ગાંધીધામ), મનિષાબેન (વડોદરા), રિવાબા જાડેજા (જામનગર ઉત્તર), દર્શનાબેન વાઘેલા (અસારવા), સેજલબેન પંડ્યા (ભાવનગર પૂર્વ), નિમિષાબેન સુથાર (મોરવાહડફ), રિટાબેન પટેલ (ગાંધીનગર ઉત્તર), પાયલબેન કુકરાણી (નરોડા), કંચનબેન રાદડિયા (ઠક્કરબાપા નગર), ગેનીબેન ઠાકોર (વાવ) નો સમાવેશ થાય છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0