ગુજરાતમાં દર ૭.પ મિનિટે સાયબર ક્રાઈમ નોંધાય છે. નેશનલ સાયબર ક્રાઈક રિપોર્ટંગ પોર્ટ ઉપર ૧.પ૯ લાખ અરજીઓ થઈ છે. માત્ર ૦.૮ ટકામાં જ એફઆઈઆર નોંધાઈ છે. કોવ
ગુજરાતમાં દર ૭.પ મિનિટે સાયબર ક્રાઈમ નોંધાય છે. નેશનલ સાયબર ક્રાઈક રિપોર્ટંગ પોર્ટ ઉપર ૧.પ૯ લાખ અરજીઓ થઈ છે. માત્ર ૦.૮ ટકામાં જ એફઆઈઆર નોંધાઈ છે. કોવિડપછી સાયબર ક્રાઈમ વધ્યા છે.
પહેલી જાન્યુઆરી, ર૦ર૦ અને મે ૧પ, ર૦ર૩ ની વચ્ચે ગુજરાતીઓએ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલ અથવા હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સાયબર ક્રાઈમ સંબંધિત કુલ ૧.પ૮ લાખ અરજીઓ કરી હતી. તે દર મહિને પ,પ૮પ અરજીઓ આવે છે. સરેરાશ દરરોજ ૧૮૬ અરજીઓ અને દર ૭.પ મિનિટે સરેરાશ એક અરજી નોંધાઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યૂરો દ્વારા દર્શાવેલ ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન સાયબર ક્રાઈમ સંબંધિત ૧ લાખથી વધુ અરજીઓ નોંધનાર નવ રાજ્યોમાં ગુજરાત પણ હતું.
અહેવાલો મુજબ ગિરગાંવ સ્થિત એક કાર્યકર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના એનસીઆરબીના પ્રતિભાવમાં આ ડેટા તાજેતરમાં નોંધવામાં આવ્યો હતો. ગાડગેએ પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ સંબંધિત અરજીઓની ટકાવારીને એફઆઈઆરમાં રૃપાંતરિત કરવાની વિગતો માંગી હતી. કુલ મળીને રાષ્ટરીય ગુણોત્તર ૧.૯ ટકા હોવાનું જણાયું હતું, કારણ કે, રર.પ૭ લાખ અરજીઓના આધારે ૪૩૦રર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેની સરખામણીમાં ગુજરાતનો અરજી-ટુ-એફ આઈઆરનો ગુણોત્તર ૦.૮% રહ્યો હોવાનું જણાયું હતું. રાજ્ય પોલીસે ૧.પ૯ લાખ અરજીઓમાંથી ૧,ર૩૩ એફઆઈઆર નોંધી હતી.
કોવિડ પછીનો સમયગાળો કોવિડ પહેલાના દૃશ્ય કરતા ઘણો અલગ છે, તેમ જણાવતા વિશ્લેષણો કહે છે કે, લોકડાઉન દરમિયાન અને પછી ડિજિટલ વ્યવહારોમાં ભારે વધારો થયો છે. તેનાથી સ્પામર્સ અને ઓનલાઈન છેતરપિંડી કરનારાઓને એવી વ્યક્તિઓને નુક્સાન કરવાની તક મળી કે જેઓ ડિજિટલ સમજદાર ન હતાં. બેંક વિગતો મેળવવા માટે છેતરપિંડી કોલ્સથી લઈને એક્સટોર્શન, ક્રિપ્ટોકરન્સીની ખરીદી સુધીના કૌભાંડો અને બેંક વેરિફિકેશનમાં ર૦ર૧ અને ર૦રર માં મોટો વધારો જોવા મળ્યો હતો. કદાચ ડેટા તે વધારો દર્શાવે છે. ડેટા એ પણ દર્શાવે છે કે ગુજરાતમાંથી ૩૧૧પ ફરિયાદો સેક્સ્યુઅલી એક્સ્પિલસિટ કન્ટેન્ટ સંબંધિત હતો જેના પરિણામે આ સમયગાળા દરમિયાન છ એફઆઈઆર થઈ હતી.
COMMENTS