ગુજરાતના 24 સાંસદોમાં ટિકીટ અંગે ચિંતા : રીપીટ થવાની શકયતા ઓછી

HomeGujaratPolitics

ગુજરાતના 24 સાંસદોમાં ટિકીટ અંગે ચિંતા : રીપીટ થવાની શકયતા ઓછી

હવે થોડા મહિનાઓમાં લોકસભાની ચૂંટણી થવાની છે તે પહેલાં ગુજરાતમાં 26 સાંસદોમાંથી 24 સાંસદો ટેન્શાનમાં આવી ગયા છે. તેનું કારણ એવું છે કે તાજેતરની પાંચ ર

Alert News: વ્હાઈટ હાઉસમાં પીએમ મોદી સાથે ડિનર કરનાર આ અબજોપતિનું નિધન, મોતનું કારણ સ્પષ્ટ નહીં..
ઓડિશામાં ગમખ્વાર અકસ્માત, બસની ટક્કરમાં 12 લોકોના મોત, એક જ પરિવારના હતા સાત લોકો, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન, વડાપ્રધાન મોદીએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા

હવે થોડા મહિનાઓમાં લોકસભાની ચૂંટણી થવાની છે તે પહેલાં ગુજરાતમાં 26 સાંસદોમાંથી 24 સાંસદો ટેન્શાનમાં આવી ગયા છે. તેનું કારણ એવું છે કે તાજેતરની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ત્રણ રાજ્યોગમાં પ્રચંડ બહુમતી મેળવી અને તેમાં એક વાત ફરી સામે આવી કે ચૂંટણી માત્ર પીએમ મોદીના ચહેરા પર જ જીતી શકાય છે.

મધ્યસ પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં પીએમ મોદીની ગેરંટી કામ કરી ગઇ હતી. હવે ગુજરાતના સાંસદોને એવો ડર પેસી ગયો છે કે અમિતભાઈ શાહ અને સી આર પાટીલ સિવાય બાકીના 24 સાંસદોની ભાજપ ટિકીટ કાપીને નવા ચહેરાને સ્થાન આપી શકે છે.

ખાસ કરીને 60 વર્ષથી ઉપરની ઉંમરના નેતાઓ પર લટકતી તલવાર છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ ભાજપે અનેક સિનિયર નેતાઓને કહી દીધું હતું કે તમે જાતે જ જાહેર કરો કે અમે ચૂંટણી લડવાના નથી. લોકસભામાં પણ આવું થઇ શકે છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0