નવો વેરિયેન્ટ માઈલ્ડ હોવાથી ગભરાવવાની જરૃર નથી પરંતુ સતર્ક રહેવું અનિવાર્યઃ ઋષિકેશ પટેલ

HomeGujarat

નવો વેરિયેન્ટ માઈલ્ડ હોવાથી ગભરાવવાની જરૃર નથી પરંતુ સતર્ક રહેવું અનિવાર્યઃ ઋષિકેશ પટેલ

ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કલાકો સુધી ચર્ચા કરી, અને તે દરમ્યાન શું વાતચીત થઈ તેની ચર્ચા થઈ રહી છ

ટેન્કરમાં RDX અને પાકિસ્તાની નાગિરકો: બોગસ આતંકી ધમકી આપનાર નિલેશ દેવપાંડેની ધરપકડ, ટ્રક ડ્રાઈવર સામે બદલો લેવા રચ્યું હતું કાવતરું
ચાલતી ટ્રેનમાં ફાયરિંગ: ચાર જણાનાં હત્યારા RPFનાં ચેતનસિંહે કેવી રીતે પાર પાડ્યો ખૂની ખેલ? RPF જવાનની આપવીતી
એલપીજી કોમર્શિયલ ગેસનું સિલિન્ડર ત્રીસ રૂપિયા સસ્તુઃ ફાસ્ટેગ કેવાયસી ફરજિયાત

ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કલાકો સુધી ચર્ચા કરી, અને તે દરમ્યાન શું વાતચીત થઈ તેની ચર્ચા થઈ રહી છે. આ પ્રવાસની સત્તાવાર વિગતો અને અટકળોને લઈને વિવિધ અભિપ્રાયો પણ અપાઈ રહ્યા છે.

બીજીતરફ ગાંધીનગરમાં બે મહિલાઓને કોરોનાના નવા વેરિયેન્ટની અસર થઈ અને કોરોન્ટાઈન કરાયા, તે પછી રાજ્યભરમાં તંત્રો તો દોડતા થઈ ગયા, પરંતુ લોકોમાં પણ કુતૂહલ સાથે થોડો ગભરાટ પણ ફેલાયો, તે ઉપરાંત જાન્યુઆરીમાં ગુજરાતમાં ચોકાવનારા આંતર રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોનું શું થશે, તેવા સવાલો પણ ઉઠવા પામ્યા હતાં. ખાસ કરીને વીજીએસ એટલે કે વાયબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન પર કોરોનાના પુનઃ પ્રકોપની અસર પડશે કે કેમ? તેવા પ્રશ્નો પણ ચર્ચાવા લાગ્યા હતાં.

જો કે, રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોરોનાને લઈને લોકોને ‘કોવિડ એપ્રોપિયેટ બિહેવિયર’નો અમલ કરાવવાની સૂચના સાથે એલર્ટ રહેવાની સૂચનાઓ આપી છે. બીજીતરફ આરોગ્યમંત્રીએ એમ પણ કહ્યું છે કે નવો વેરિયેન્ટ ‘માઈલ્ડ’ છે, તેથી તેની કોઈ વિપરીત અસર વાયબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ના આયોજન પર નહીં થાય.!

ગઈકાલે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક પૂરી થતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તો વડાપ્રધાનને મળવા દિલ્હી પહોંચી ગયા પરંતુ રાજ્ય સરકારના પ્રવક્તા તરીકે મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા આરોગ્ય મંત્રીએ અમદાવાદ-ગાંધીનગરના કોરોનાના નવા ૧૯ કેસ મળ્યા હોવાની વાત પણ કરી અને કહ્યું કે કોરોનાના કારણે મૃત્યુના કેસો નોંધાયા નથી અને નવો વેરિયેન્ટ આવ્યા પહેલાં પણ દરરોજ ચાર-પાંચ કોરોનાના કેસ આવતા હતાં. હાલમાં રાજ્યમાં ૧૩ કોરોનાના એક્ટિવ દર્દી છે.

રાજ્યના આરોગ્ય વિભાગે પણ તંત્રોની કોરોનાને લઈને સતર્ક રહેલા, જરૃરી તમામ સુવિધાઓ ઊભી કરવા અને પ્રવર્તમાન સુવિધાઓની સમીક્ષા કરવા, ટેસ્ટ ટ્રેક, ટ્રીટમેન્ટ-ઈમ્યુનાઈઝેશન પર ભાર મૂકવા અને કોરોનોની ગાઈડલાઈનનું પાલન કરાવવા અને કરવાની સૂચનાઓ આપી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1