અમદાવાદમાં ભારત-પાક. ક્રિકેટ મેચની ડુપ્લીકેટ ટિકિટનું પકડાયું કૌભાંડ, ચારની ધરપકડ

HomeGujarat

અમદાવાદમાં ભારત-પાક. ક્રિકેટ મેચની ડુપ્લીકેટ ટિકિટનું પકડાયું કૌભાંડ, ચારની ધરપકડ

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સફળ થઈ છે, અને વર્લ્ડકપની મેચની બોગસ ટિકિટ વેંચનારાઓ સામે કડક કદમ ઊઠાવીને ૧૦૮ ડુપ્લીકેટ ટિકિટો, પ્રિન્ટ કર

વડાપ્રધાન મોદીએ ‘બાપુ’ને નમન કર્યા, શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી
ચંદ્રયાન-3 પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળ્યું, ચંદ્ર તરફ પ્રયાણ કર્યું: ISRO
સુપ્રીમ કોર્ટે ક્યા મુદ્દે કેન્દ્ર સરકારને ખખડાવી? સરકાર જ અદાલતો પર કેસોનું ભારણ વધારે છે?

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સફળ થઈ છે, અને વર્લ્ડકપની મેચની બોગસ ટિકિટ વેંચનારાઓ સામે કડક કદમ ઊઠાવીને ૧૦૮ ડુપ્લીકેટ ટિકિટો, પ્રિન્ટ કરેલા ર૪ પેજ, રૃા. ર૦૦૦ ના દરની બોગસ ટિકિટોની ઝેરોક્ષ સહિતના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને દબોચી લીધા છે.

હાલ આઈસીસી વર્લ્ડકપ-ર૦ર૩નો મહાકુંભ ચાલી રહ્યો છે. અમદાવાદમાં પણ ક્રિકેટ ફિવરે માઝા મૂકી છે. મેચોનો મહાકુંભ શરૃ થતાં ટિકિટના કાળાબજારિયાઓ પણ સક્રિય થઈ ગયા છે. અમદાવાદ પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ બ્લેકમાં ટિકિટ વેંચનારાઓ પર લાલઆંખ કરીને બેઠી છે, ત્યારે આજે રમાનારી ભારત-અફઘાનિસ્તાનની મેચ પહેલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોટી કાર્યવાહી કરી છે.

ભારત-પાકિસ્તાનની અમદાવાદની મેચ પહેલા ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી મેચની ટિકિટોમાં ગફલા કરનાર ૪ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. ટીમે દરોડા પાડ્યા પછી મેચની ૧૦૮ ડુપ્લીકેટ ટિકિટો અને પ્રિન્ટ કરેલા ર૪ પેજ હાથે લાગ્યા છે. એટલું જ નહીં, આરોપીઓએ રૃપિયા ર૦૦૦ ના દરની બોગસ ટિકિટોની ઝેરોક્ષ પણ કરી હોવાનું સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન ભારત-પાકિસ્તાન મેચની ડુપ્લીકેટ ટિકિટો પણ હાથ લાગી છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ત્રાટકી હતી. ટીમે બોડકદેવ વિસ્તારમાં આવેલી ક્રિષ્ણા ઝેરોક્ષ નામની દુકાનમાં દરોડો પાડી મોટું કારસ્તાન ઝડપી પાડ્યું છે. ઝેરોક્ષની દુકાનમાંથી તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૧૦૮ ડુપ્લીકેટ ટિકિટો અને પ્રિન્ટ કરેલા ર૪ પેજ, રૃપિયા ર૦૦૦ ના દરની બોગસ ટિકિટોની ઝેરોક્ષ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટીમે આ મામલે કાર્યવાહી કરી ૪ વ્યક્તિઓને ઝડપી લીધા છે અને વધુ કાર્યવાહી શરૃ કરી દીધી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0