સુરત શહેરમાં પાંચ લોકોએ બંદૂકની અણીએ ‘આંગડિયા’ પાસેથી 5.5 કરોડ રૂપિયાના હીરાની લૂંટ કરી હતી. હીરા ભરેલી બેગ ને જ્યારે વાનમાં રાખવામાં આવી રહી હતી ત્ય
સુરત શહેરમાં પાંચ લોકોએ બંદૂકની અણીએ ‘આંગડિયા’ પાસેથી 5.5 કરોડ રૂપિયાના હીરાની લૂંટ કરી હતી. હીરા ભરેલી બેગ ને જ્યારે વાનમાં રાખવામાં આવી રહી હતી ત્યારે આ લૂંટ ચલાવવામાં આવી હતી, એવી પોલીસે રવિવારે જાણકારી આપી હતી. આંગડિયા એ દેશની સદી જૂની સમાંતર બેંકિંગ કુરિયર સિસ્ટમ છે જેના દ્વારા એક ગ્રાહક પાસેથી બીજા ગ્રાહક સુધી કિંમતી વસ્તુઓ અને રોકડનું પરિવહન થાય છે.
આ ઘટના શનિવારે સવારે બની હતી અને પોલીસે લગભગ ત્રણ કલાક સુધી લૂંટારાઓની ટોળકીનો પીછો કર્યો હતો અને પડોશના વલસાડ જિલ્લામાંથી તેમને પકડી પાડ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ભક્તિ ઠાકુરે જણાવ્યું હતું કે, “આંગડિયામાંથી લૂંટાયેલા હીરાની કિંમત આશરે 5.5 કરોડ રૂપિયા હતી અને આ સંદર્ભે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.” તેમણે કહ્યું કે આરોપીઓ બે ‘આંગડિયા પેઢીઓમાંથી હીરા ભરેલી પાંચ થેલીઓ લઈ જતા હતા. ‘આંગડિયા પેઢી’ એ પરંપરાગત કુરિયર એજન્સી છે જે એક ગ્રાહક પાસેથી બીજા ગ્રાહકને રોકડ અને કિંમતી વસ્તુઓ પહોંચાડે છે.
લૂંટના સીસીટીવી ફૂટેજમાં, શહેરના સરથાણા વિસ્તારમાં કિંમતી ચીજવસ્તુઓથી ભરેલી બેગ લઈને જતી કારનો પીછો કરતા વાહનમાં સવાર લૂંટારુઓ દેખાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે આંગડિયાવાળા બેગને વાનમાં મૂકી રહ્યા હતા ત્યારે લૂંટારુઓ તેમની પાસે પહોંચ્યા અને બંદૂકની અણીએ તેમને લૂંટી લીધા હતા.
ડે.પોલીસ કમિશનર ભક્તિ ઠાકુરે જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પડોશી વલસાડ જિલ્લામાં ગેંગના વાહનને અટકાવવામાં સફળ રહી હતી. પીડિતે જણાવ્યું હતું કે રિવોલ્વર અને તીક્ષ્ણ હથિયારો સાથે સજ્જ ચારથી પાંચ વ્યક્તિઓ એક વાહનમાંથી ઉતર્યા હતા અને તેને ધમકી આપીને બેગ લઈને ભાગી ગયા હતા. આરોપીઓએ ભાગતા પહેલા તેની કારની તોડફોડ પણ કરી હતી, એમ તેણે ઉમેર્યું હતું.
COMMENTS