hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

હોબાળો કરવા ટેવાયેલા લોકો કરે છે લોકશાહી મૂલ્યોનું ચિરહરણઃ નરેન્દ્ર મોદી

HomeCountry

હોબાળો કરવા ટેવાયેલા લોકો કરે છે લોકશાહી મૂલ્યોનું ચિરહરણઃ નરેન્દ્ર મોદી

સંસદનું બજેટસત્ર શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન હોબાળો કરતા સાંસદો પર કટાક્ષ કર્યો હતો અને આત્મનિરીક્ષણ કરવાની સ

જમ્મુ-કાશ્મીરઃ પૂંચમાં સેનાના બે જવાનો તણાયા, કરી રહ્યા હતા નદીને પાર, રેસ્ક્યુ ઓપરેશન જારી 
ભાજપને સચિન પાયલોટનો જવાબ, પિતા રાજેશ પાયલોટે મિઝોરમ નહીં પણ દુશ્મન દેશ પર ફેંક્યા હતા બોમ્બ
ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો: રાષ્ટ્રપતિપદની પ્રાથમિક ચૂંટણી પણ લડી શકશે નહીં,અયોગ્ય જાહેર

સંસદનું બજેટસત્ર શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન હોબાળો કરતા સાંસદો પર કટાક્ષ કર્યો હતો અને આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી હતી.

સંસદનું આજે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ પણ રજૂ કરવાની તૈયારી છે. તેના પર ગૃહમાં ચર્ચા કરાશે. આ દરમિયાન પીએમ મોદીએ સત્રની શરૂઆત પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં સંસદની બહાર કહ્યું હતું કે, હું આશા રાખું છું કે આ વર્ષે જેને જે રસ્તો દેખાયો એ જ રીતે સંસદમાં બધાએ પોતપોતાની રીતે કામ કર્યું. હું એટલું જરૂર કહીશ કે અમુક લોકોનો સ્વભાવ હોબાળો કરવાનો જ થઈ ગયો છે જે લોકશાહી મૂલ્યોના ચિરહરણમાં જ માને છે. આવા તમામ માનનીય સાંસદો આજે છેલ્લા સત્રમાં જરૂર આત્મનિરીક્ષણ કરશે કે ૧૦ વર્ષમાં તેમણે શું કર્યું.

પીએમ મોદીએ કહ્યું કે સંસદની આ નવી ઈમારતમાં આયોજિત પ્રથમ સત્રના અંતે એક સાંસદે ખૂબ જ ગૌરવપૂર્ણ નિર્ણય લીધો અને તે નિર્ણય હતો નારીશક્તિ વંદન કાયદો. તે પછી ર૮ જાન્યુઆરીએ આપણે જોયું કે કેવી રીતે નારી શક્તિના સામર્થ્યને, સંકલ્પને અનુભવ્યો અને આજે બજેટ સત્ર પણ શરૂ થઈ રહ્યો છે, જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું માર્ગદર્શન તથા આવતીકાલે નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ એક રીતે નારીશક્તિના સાક્ષાત્કારનો પર્વ છે.

પીએમ મોદીએ કહ્યું કે, બજેટ સત્ર એ સાંસદો માટે એક સારી છાપ છોડવાની તક છે. આજે આ તક જવા ના દેતા. દેશહીતમાં ગૃહને તમારા વિચારોનો લાભ આપો. દેશને ઉત્સાહ અને ઉમંગથી ભરી દો. હું માનું છું કે ચૂંટણીનો સમય નજીક છે ત્યારે સંપૂર્ણ બજેટ રજૂ કરાતું નથી. આ વખતે અમે પણ નવી સરકાર બન્યા પછી સંપૂર્ણ બજેટ લાવીશું. આ વખતે માર્ગદર્શન લેતા નાણામંત્રી આવતીકાલે દેશનું બજેટ આપણા બધાની સામે રજૂ કરવા જઈ રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે વિરોધના સ્વર ભલે ગમે તેટલા તીખા હોય પણ જેણે ગૃહમાં ઉત્તમ વિચારો રજૂ કર્યા હતાં. તેમને એક મોટાભાગના લોકો યાદ કરે છે. આવનારા દિવસોમાં પણ જ્યારે ગૃહમાં ચર્ચાને કોઈ જોશે તો એક શબ્દ ઈતિહાસની તારીખ બની તેમની સામે આવશે. એટલા માટે જ જેમણે વિરોધ કર્યો હતો, બુદ્ધિની પ્રતિભા બતાવી હશે, અમારી સામે તીખી પ્રતિક્રિયા આપી હશે તેમને લોકો યાદ કરશે, પરંતુ જે લોકોએ ફક્ત નેગેટિવિટી બતાવી હશે તે પછી હોબાળો કર્યો હશે તેમને કદાચ જ કોઈ યાદ કરશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0