સુરત: સલાબતપુરા પોલીસનાં મુદ્દામાલની ચોરીનો કેસ, આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરતી કોર્ટ, એડવોકેટ તકવીમ કાઝીએ કરી ધારદાર દલીલો

HomeGujarat

સુરત: સલાબતપુરા પોલીસનાં મુદ્દામાલની ચોરીનો કેસ, આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરતી કોર્ટ, એડવોકેટ તકવીમ કાઝીએ કરી ધારદાર દલીલો

2017માં સુરતમાં આવેલી મહાવીર માર્કેટનાં સલાબતપુરા પોલીસ સ્ટેશનનાં મુદ્દામાલના ગોડાઉનમાંથી સોડી ચોરીના કેસમાં સુરતની કોર્ટે તમામ ત્રણેય આરોપીઓને નિર્દ

જેપી નડ્ડાએ NDA બેઠકમાં હાજરી આપવા ‘LJP રામવિલાસ’ને પત્ર મોકલ્યો, નિત્યાનંદ રાયે ચિરાગને મળ્યા
Alert News:કેન્યામાં ભયાનક માર્ગ અકસ્માત, 49 લોકોના મોત, બેફામ ટ્રકે લોકોને ચગદી નાંખ્યા
જમ્મૂ-કાશ્મીર: પૂંચમાં માર્યા ગયેલ આતંકવાદીની ઓળખ હિઝબુલ કમાન્ડર તરીકે થઈ

2017માં સુરતમાં આવેલી મહાવીર માર્કેટનાં સલાબતપુરા પોલીસ સ્ટેશનનાં મુદ્દામાલના ગોડાઉનમાંથી સોડી ચોરીના કેસમાં સુરતની કોર્ટે તમામ ત્રણેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આરોપીઓનાં બચાવમાં એડવોકેટ તકવીમ કાઝીએ કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી.

એડવોકેટ તકવીમ કાઝી
એડવોકેટ તકવીમ કાઝી

આ કેસની વિગત એવી છે કે 14-2-2018નાં રોજ સલાબતપુરા પોલીસ સ્ટેશનનાં મહાવીર માર્કેટમાં આવેલા મુદ્દામાલ રાખવાના ગોડાઉનમાંથી 80,800 રુપિયાની સાડીઓની ચોરી કરવાનો બનાવ બન્યો હતો. આ અંગે સલાબતપુરા પોલીસે આઈપીસીની કલમ 454,380, 120-બી મુજબનો ગુનો દાખલ કરી પુણા ગામ ખાતે રહેતા ઉમેંશ ઉર્ફ જયેશ પંચમનાથ ઉપાધ્યાય, સારોલીમાં રહેતા ગૌતમ ઉર્ફે લક્કી અરોરા અને સતનામ કર્નલસિંહ જાટની ધરપકડ કરી હતી.

આ કેસની સુરતના બીજા અધિક સિવિલ અને જેએમએફસી જજ નેહારિકા રાઘવની કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આરોપીઓ તરફે એડવોકેટ તકવીમ કાઝીએ પોલીસની ચાર્જશીટ સહિત ફરિયાદ અંગે કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી. કોર્ટે એડવોકેટ તકવીમ કાઝીની દલીલો ગ્રાહ્ય રાખીને ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0