ગુજરાતની સોલાર ઊર્જાની ક્ષમતા 10,133 મેગા વોટને આંબી ગઈ: કેન્દ્રીય વીજ મંત્રી

HomeGujarat

ગુજરાતની સોલાર ઊર્જાની ક્ષમતા 10,133 મેગા વોટને આંબી ગઈ: કેન્દ્રીય વીજ મંત્રી

ગુજરાતની કુલ સોલાર કેપેસિટી ૧૦,૧૩૩ મેગાવોટે પહોંચી છે, તેમ નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ વિભાગના મંત્રીએ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્ર

ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિને વકીલાતનું લાયસન્સ ન આપોઃ હાઈકોર્ટનો મોટો ચૂકાદો
સાણસામાં આવ્યો બોગસ PMO પવન પટેલ, CBIએ બોગસ PMO પવન પટેલ સામે દાખલ કરી FIR
તકલાદી બાંધકામ: સુરત મનપાનાં સેન્ટ્રલ ઝોનનાં RTI વિભાગ પર ઝળુંબતું મોત, સ્લેબના કાંગરા ખરી પડ્યા, કર્મચારીઓ ભયનાં ઓથાર હેઠળ

ગુજરાતની કુલ સોલાર કેપેસિટી ૧૦,૧૩૩ મેગાવોટે પહોંચી છે, તેમ નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ વિભાગના મંત્રીએ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે.

ગુજરાતની કુલ સોલાર ઊર્જાની સ્થાપિત ક્ષમતા ૩૦ મી જૂન, ર૦ર૩ ના ૧૦,૧૩૩.૬૬ મેગાવોટે પહોંચી છે. ગુજરાતનું સોલાર વીજ ઉત્પાદન ર૦રર-ર૩ માં ૧૦,૩૩પ.૩ર એમયુ હતું. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં નવી અને રિન્યુએબલ એનર્જી તથા વીજ મંત્રી આર.કે. સિંહે ૮ ઓગસ્ટ, ર૦ર૩ ના આ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. ૩૦ જૂન, ર૦ર૩ સુધીમાં દેશમાં ૭૦.૦૯૬ મેગાવોટની કુલ સોલાર વીજ ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે.

ભારત ૭,૪૮,૯૯૦ મેગાવોટની અંદાજિત સોલર વીજ ક્ષમતા ધરાવે છે. આમ સોલાર ઊર્જાની ક્ષમતાને હજી સુધી પૂરેપૂરો ઉપયોગ કરી શકાયો નથી. સોલાર પ્રોજેક્ટ્સને મોટાભાગે કેપ્ટિવ વપરાશ અને ત્રાહિત-પક્ષકારના વેંચાણ વગેરે માટે ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બીડિંગના માધ્યમથી પસંદ કરાયેલા પ્રોજેક્ટ ડેવલપર્સ દ્વારા ખાનગી રોકાણો થકી વિક્સાવવામાં આવી રહ્યા છે. હાલના તબક્કે પપ.૯૦ ગીગાવોટના સોલાર પ્રોજેક્ટ્સ અમલીકરણ હેઠળ છે.

સાંસદ નથવાણી દેશમાં સોલાર પાવર ઉત્પાદનની કુલ સ્થાપિત ક્ષમતા, કેટલી ક્ષમતાનો અત્યાર સુધીમાં ઉપયોગ કરાયો છે અને દેશમાં વધુ કોમર્શિયલ સોલાર વીજ પ્લાન્ટ્સ માટેની યોજનાઓ વિશે જાણવા માગતા હતાં, તેના સંદર્ભે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં સોલાર ઊર્જા સહિત રિન્યુએબલ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લેવાયા છે.

સરકારે ઓટોમેટીક રૃટ હેઠળ ૧૦૦ ટકા સુધીના વિદેશી પ્રત્યક્ષ રોકાણને (એફડીઆઈ) મંજુરી આપી દીધી છે. ૩૦ જૂન, ર૦રપ સુધીમાં કાર્યાન્વિત થનારા સોલાર તથા વિન્ડ પાવર પ્રોજેક્ટ્સના આંતર-રાજ્ય વેંચાણ માટેના ઈન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ચાર્જિસ માફ કરાયા છે. વર્ષ ર૦ર૯-૩૦ સુધી રિન્યુએબલ પર્ચેઝ ઓબ્લિગેશન માટેની ધરીની ઘોષણા કરાઈ છે.

સરકારે આદેશો જારી કર્યા છે કે, લેટર ઓફ ક્રેડિટ અથવા તો એડવાન્સ પેમેન્ટ સામે વીજ રવાનગી કરવામાં આવશે. જેથી રિન્યુએબલ ઊર્જા ઉત્પાદકોને વિતરણ પરવાના થકી સમયસર પેમેન્ટ સુનિશ્ચિત કરી શકાય. વિવિધ એક્સચેન્જ દ્વારા રિન્યુએબલ ઊર્જા વીજળીના વેંચાણને સુલભ બનાવવા ગ્રીન ટર્મ અહેડ માર્કેટ લોન્ચ કરાયા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0