સુરતની જુની બોમ્બે માર્કેટમાં આજે સવારે ૯ વાગે આગ ભભૂકી ઊઠતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ફાયરબ્રિગેડની ૬ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. આ માર્કેટ
સુરતની જુની બોમ્બે માર્કેટમાં આજે સવારે ૯ વાગે આગ ભભૂકી ઊઠતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. ફાયરબ્રિગેડની ૬ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. આ માર્કેટમાં પ૦૦ જેટલી દુકાનો આવેલી છે. હજુ આ આગમાં કોઈ ફસાયું હોવાના અહેવાલો નથી. તત્કાળ માર્કેટ ખાલી કરાવી લેવાઈ છે.
સુરતની જુની બોમ્બે માર્કેટમાં ભીષણ આગની ઘના સામે આવી છે. જેમાં માર્કેટની અંદર આવેલી ૩ દુકાનોમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગવાની સાથે જ ફાયરબ્રિગેડની ૬ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ અંગેની માહિતી અનુસાર આજે સવારે ૯ વાગ્યાની આસપાસ સુરતમાં આવેલાજુની બોમ્બે માર્કેટમાં આગ લાગી હતી અને આગ લાગતા જ તાત્કાલિક માર્કેટ ખાલી કરાવવામાં આવી હતી.
જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે. તેમજ આગમાં કોઈ વ્યક્તિઓ ફસાયા હોવાની જાણકારી મળી નથી. સુરતના રાહરા દરવાજા સ્થિત જુના બોમ્બે માર્કેટની ૩ જેટલી દુકાનોમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. જેમાં આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી આગના ધૂમાડાના ગોટેગોટા દેખાય રહ્યા છે.
જો કે આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
COMMENTS