મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં હડકંપઃ 36 કલાકમાં 31 દર્દીઓના મોત

HomeCountry

મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં હડકંપઃ 36 કલાકમાં 31 દર્દીઓના મોત

મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે ર૪ કલાકમાં ર૪ મૃત્યુ પછી આજે વધુ ૩ દર્દીઓના મૃત્યુ થતા આ આંકડો ૩૬ કલાકમાં ૩૧ મૃત્યુ સુધી પહોંચ્યો છે,

મોદી સરનેમ કેસ: સુરત કેસમાં રાહત મળ્યા બાદ ઝારખંડ કોર્ટે પણ આપી રાહત, કોર્ટના ચક્કરમાંથી રાહુલ ગાંધીને મૂક્તિ
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમેન ચાંડીનું નિધન, લાંબા સમયથી હતા બિમાર
પત્રકાર જગતમાં ખળભળાટ: અભિષાર શર્મા સહિત ન્યૂઝ ક્લિક વેબસાઈટના ત્રીસથી વધુ ઠેકાણાઓ પર પોલીસના દરોડા

મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે ર૪ કલાકમાં ર૪ મૃત્યુ પછી આજે વધુ ૩ દર્દીઓના મૃત્યુ થતા આ આંકડો ૩૬ કલાકમાં ૩૧ મૃત્યુ સુધી પહોંચ્યો છે, જે હજુ વધી શકે છે. કોંગી નેતા પ્રિયંકા ગાંધીએ આ મુદ્દે કડક પગલાં લેવાની માંગ ઊઠાવી છે.

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે ર૪ દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો હતો ત્યારે હવે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વધુ સાત દર્દીઓના મોતથી ૩૬ કલાકમાં હોસ્પિટલમાં મૃતકોની સંખ્યા ર૪ થી વધીને ૩૧ થઈ ગઈ છે.

સૂત્રોના અહેવાલ અનુસાર આજે મહારાષ્ટ્રના મંત્રી હસન મુશ્રીફ નાંદેડની સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે. બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતા પોસ્ટ શેર કરી હતી કે ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિત પરિવારોને વળતર આપવામાં આવે.

શરદ પવારે પોસ્ટ શેર કરતા લખ્યું કે, નાંદેડની સરકારી હોસ્પિટલમાં ર૪ કલાકમાં ર૪ લોકોના મોત થયા હતાં. આ ઘટનામાં ૧ર નવજાત બાળકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ એક ચોંકાવનારી ઘટના છે. આવી જ કમનસીબ ઘટના થાણેની કલાવા હોસ્પિટલમાં બની હતી અને તે ઘટનાને ગંભીરતાથી ન લેવાને કારણે ફરી આ પ્રકારની ઘટના નાંદેડમાં થઈ જેમાં ર૪ લોકોના મોત થયા છે. આ સરકારની નિષ્ફળતા દેખાડે છે. શરદ પવારે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે, શક્ય તેટલું જલદીથી કડક પગલાં લેવામાં આવે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0