મોદી સરનેમ કેસ: સુરત કેસમાં રાહત મળ્યા બાદ ઝારખંડ કોર્ટે પણ આપી રાહત, કોર્ટના ચક્કરમાંથી  રાહુલ ગાંધીને મૂક્તિ

HomeCountryPolitics

મોદી સરનેમ કેસ: સુરત કેસમાં રાહત મળ્યા બાદ ઝારખંડ કોર્ટે પણ આપી રાહત, કોર્ટના ચક્કરમાંથી રાહુલ ગાંધીને મૂક્તિ

મોદી સરનેમ મામલે ઝારખંડ હાઈકોર્ટે કોંગ્રેસના ક્રાઉન પ્રિન્સ રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. મોદી સરનેમના મામલામાં રાહુલ ગાંધીએ સાંસદ-ધારાસભ્ય કોર્ટમા

અજીત પવાર સાથે 32 ધારાસભ્યો, શરદ પવાર સાથે આવ્યા આટલા ધારાસભ્યો: કાકા-ભત્રીજા પૈકી NCP કોની?
આબોહવા પરિવર્તનને કારણે વીજળીની માંગ વધી, વરસાદની પેટર્ન પણ બદલાઈ, હીટ ઈન્ડેક્સ વધ્યો
મોદી કેબિનેટે વિશ્વકર્મા યોજનાને આપી મંજૂરી, 100 શહેરોમાં દોડશે 10 હજાર ઈલેક્ટ્રિક બસ

મોદી સરનેમ મામલે ઝારખંડ હાઈકોર્ટે કોંગ્રેસના ક્રાઉન પ્રિન્સ રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. મોદી સરનેમના મામલામાં રાહુલ ગાંધીએ સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં જવું પડશે નહીં. તેમને શારીરિક હાજરીમાંથી મુક્તિ મળી છે. કોર્ટમાં માત્ર રાહુલ ગાંધીના એડવોકેટ જ પોતાનો પક્ષ રજૂ કરશે. બુધવારે ઝારખંડ હાઈકોર્ટના જસ્ટિસ એસકે દ્વિવેદીની કોર્ટે આ ફેંસલો આપ્યો હતો.

મોદી સરનેમ કેસમાં રાંચીની એમપી એમએલએ કોર્ટના આદેશ સામે રાહુલ ગાંધી વતી હાઈકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. હકીકતમાં, રાંચીની નીચલી અદાલતે રાહુલ ગાંધીને કોર્ટમાં શારીરિક રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી 4 જુલાઈએ પણ થઈ હતી, જ્યારે કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ બળજબરીપૂર્વકની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી.

રાંચીના પ્રદીપ મોદીએ મોદી સરનેમની ટીપ્પણીને લઈને MP MLA કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન 30 એપ્રિલે રાંચીના મોરહાબાદી મેદાનમાં ચૂંટણી સભાને સંબોધન દરમિયાન નરેન્દ્ર મોદી, નીરવ મોદી અને લલિત મોદીનો ઉલ્લેખ કરીને તેમણે મોદી સરનેમ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેમાં નીચલી કોર્ટે રાહુલ ગાંધીને શારીરિક રીતે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0