પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બોમ્બ વિસ્ફોટની ઘટનામાં અત્યાર સુધીમાં 39 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ કટ્ટરપંથી ઈસ્લામિક પાર્ટીના મેળા
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બોમ્બ વિસ્ફોટની ઘટનામાં અત્યાર સુધીમાં 39 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ વિસ્ફોટ કટ્ટરપંથી ઈસ્લામિક પાર્ટીના મેળાવડામાં થયો હતો. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાસ્થ્ય મંત્રી રિયાઝ અનવરે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે અને 123 લોકો ઘાયલ થયા છે. જેમાં 17 દર્દીઓની હાલત ગંભીર છે.
બજૌરના ખારમાં જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકર્તા સંમેલનમાં વિસ્ફોટ થયો હોવનું જિઓ ન્યૂઝે પોલીસને ટાંકીને જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે લગભગ 50 લોકો ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.સિકયોરિટી દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. રેસ્ક્યુ 1122ના પ્રવક્તા બિલાલ ફૈઝીએ ડૉન અખબારને જણાવ્યું કે પાંચ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ છે.
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પોલીસ મહાનિરીક્ષક અખ્તર હયાત ગાંડાપુરે એએફપીને જણાવ્યું હતું કે “પક્ષના એક વરિષ્ઠ નેતા સમારોહને સંબોધિત કરવાના હતા, પરંતુ તેઓ પહોંચે તે પહેલા જ બોમ્બ વિસ્ફોટ થયો હતો.” અખ્તર હયાતે જણાવ્યું હતું કે જમિયત ઉલેમા, જે કોન્ફરન્સનું આયોજન કરી રહી છે. જમાત-એ-ઈસ્લામ (JUI-F) પાર્ટીના નેતાઓને નિશાન બનાવવા માટે આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
COMMENTS