ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 ધોરણના બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જાહેર કરવામાં આવેલા પરિણામમાં સુરતની ધી ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 ધોરણના બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જાહેર કરવામાં આવેલા પરિણામમાં સુરતની ધી ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલે 11 વર્ષમાં પહેલીવાર રેકોર્ડ બ્રેક પરિણામ હાંસલ કર્યું. આ પરિણમમાં સુરતની વિદ્યાર્થિની સૈયદ નિદાએ 98.57 પર્સન્ટાઈલ જેટલી ઉંચી ટકાવારી હાંસલ કરીને શાળ અને પરિવારને ગૌરવ અપાવ્યું છે. નિદા સૈયદ પર ચારેતરફથી અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.
નિદા સૈયદના પિતા સૈયદ મોઈન સાબ સુરતમાં ઈલેક્ટ્રીશિયનનું કામ કરે છે. કઠોર પરિશ્રમ અને સખત મહેનત કરીને નિદાએ મેળવેલી ઉચ્ચ ટકાવારીના સમાચારથી સમગ્ર શાળાના પરિવારમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. મહત્વની બાબત એ છે કે કોઈ પણ પ્રકારના ખાનગી ટ્યુશન વિના નિદાએ ઉચ્ચ ટકાવારી મેળવી અન્ય વિદ્યાર્થીઓ અન વિદ્યાર્થિનીઓ માટે પ્રેરક ઉદાહરણ પુરું પાડ્યું છે. શાળાના પ્રમુખ એડવોકેટ ડો. નસીમ કાદરી સહિત તમામ હોદ્દેદારોએ નિદા સૈયદને મુબારકબાદી પાઠવી હતી.
COMMENTS