હિમાચલમાં ભારે વરસાદથી ખાનાખરાબી, નવનાં મોત, બિયાસ નદી ઉફાણે, શિમલા-કાલકા રૂટની ટ્રેનો રદ

HomeCountryNews

હિમાચલમાં ભારે વરસાદથી ખાનાખરાબી, નવનાં મોત, બિયાસ નદી ઉફાણે, શિમલા-કાલકા રૂટની ટ્રેનો રદ

હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ચોમાસાએ તબાહી મચાવી છે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંદીપ શર્માએ જણાવ્યું કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસ

લાખો લોકોનું પલાયન: હમાસનો ખાત્મો કરવા હથિયારો-ટેન્કો સાથે ગાઝામાં ઘૂસી ઈઝરાયેલની સેના
તુર્કીમાં માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં મોત, પરિવારમાં માતમ
મણિપુર મુદ્દે સંસદમાં હંગામો, ગૃહ સ્થગિત; સરકાર સામે વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર

હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ચોમાસાએ તબાહી મચાવી છે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંદીપ શર્માએ જણાવ્યું કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે અને રવિવારે પણ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ઉનામાં 228 એમએમ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કાંગડા, ચંબા, હમીરપુર, કુલ્લુ, મંડીમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. સોલન, શિમલા, સિરમૌરમાં ઓરેન્જ એલર્ટ અને લાહૌલ સ્પીતિમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભૂસ્ખલન અને પૂરના કારણે અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે.

બિયાસ નદી ઉફાણે

મંડી અને કુલ્લુ જિલ્લાની આસપાસ અવિરત વરસાદને કારણે બિયાસ નદીમાં વધારો થયો છે. હિમાચલ પ્રદેશમાં પૂરના પાણીમાં વધારો થયો છે, જેના કારણે આ વિસ્તારમાં વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ છે. અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હોવાના અહેવાલ છે. પહાડી રાજ્યમાં કુલ 133 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ છે. કુલ્લુ જિલ્લા પ્રશાસને શ્રીખંડ મહાદેવની યાત્રા 11 જુલાઈ સુધી સ્થગિત કરી દીધી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે થયેલી ભારે તબાહીના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કુલ્લુમાં અનેક વાહનો પૂરમાં વહેતા જોવા મળ્યા હતા.

શિમલા-કાલકા રૂટની ટ્રેનો રદ

વરસાદને કારણે બિયાસ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે તેના કિનારાના અનેક મકાનો ધરાશાયી થયા હતા. કુલ્લુમાં નેશનલ હાઈવે 3 નો એક ભાગ પણ વહેતી બિયાસ નદીમાં ધોવાઈ ગયો હતો. મંડીનું પંચવક્ર મંદિર પણ ડૂબી ગયું છે. વરસાદની સંભાવનાને જોતા રેલ્વેએ શિમલા-કાલકા રૂટ પરની તમામ ટ્રેનો રદ કરી દીધી છે.

શાળાઓમાં રજા

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 48 કલાકથી ઘણો વરસાદ થયો છે. જાન-માલનું નુકસાન થયું છે પરંતુ જાનહાનિ ઘટી છે. અમે લોકોને નદી કિનારે ન જવા વિનંતી કરી છે. આગામી 24 કલાકમાં વધુ ભારે વરસાદની સંભાવના છે. કેટલાક પ્રવાસીઓ ફસાયેલા છે પરંતુ તે બધા સુરક્ષિત છે. અમારી સરકાર તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. અમે શાળામાં 2 દિવસની રજા જાહેર કરી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0