હવેથી ઉત્તરાખંડના મદરેસાઓમાં સંસ્કૃત ભાષા ફરજિયાત, NCRT અભ્યાસક્રમ લાગુ કરાયો

HomeCountry

હવેથી ઉત્તરાખંડના મદરેસાઓમાં સંસ્કૃત ભાષા ફરજિયાત, NCRT અભ્યાસક્રમ લાગુ કરાયો

હવે ઉત્તરાખંડની 117 મદરેસાઓમાં NCRTC અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો છે. તમામ મદરેસામાં સંસ્કૃત ભાષા ફરજીયાતપણે ભણાવવામાં આવશે. આ માહિતી ઉત્તરાખંડ વક્ફ

અમદાવાદ: પીરાણા પીરનું નામ બદલી દરગાહ પર સંતના નામનું હોર્ડિગ્સ લગાવ્યું, મુસ્લિમ સમુદાયનો વિરોધ
ચંદ્રયાન-3 ની સફળતા બાદ સ્વામી ચક્રપાણિ મહારાજે કહ્યું, “ચંદ્રને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ”
ઈસરોની મોટી સફળતા: ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરાયું

હવે ઉત્તરાખંડની 117 મદરેસાઓમાં NCRTC અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો છે. તમામ મદરેસામાં સંસ્કૃત ભાષા ફરજીયાતપણે ભણાવવામાં આવશે. આ માહિતી ઉત્તરાખંડ વક્ફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સ દ્વારા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ દેવતાઓની ભૂમિ છે અને અહીંની સંસ્કૃતિને જાણવા માટે સંસ્કૃત શિક્ષણ જરૂરી છે.

શમસે કહ્યું કે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જારી કરી છે જેથી મદરેસામાં ભણતા બાળકોએ ઇસ્લામિક શિક્ષણની સાથે આધુનિક શિક્ષણ મેળવવું જોઈએ. તેમણે માહિતી આપી હતી કે દરેક મદરેસાના વિદ્યાર્થીઓને ટેબ લેપટોપ આપવામાં આવશે.

તેમણે કહ્યું કે મુસ્લિમ બહેન રઝિયાએ સંસ્કૃતમાં નિપુણતા હાંસલ કરી છે. વક્ફ બોર્ડે તેમને પોતાની શિક્ષણ સમિતિમાં સામેલ કર્યા છે અને કુરાનનો સંસ્કૃત ભાષામાં અનુવાદ કરવાનું કામ શરૂ કરી દીધું છે.

શમસે કહ્યું કે ઉત્તરાખંડ ભગવાનની ભૂમિ છે, તેથી અહીં સંસ્કૃત શીખવવું જરૂરી છે.તેમણે કહ્યું કે હાલમાં ચાર જિલ્લામાં મદરેસાઓને સુધારવાનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0