ગુજરાત ગેસે ભાવમાં વધારો કર્યો, નવા ભાવ તાત્કાલિક અસરથી લાગુ કરાયા

HomeGujarat

ગુજરાત ગેસે ભાવમાં વધારો કર્યો, નવા ભાવ તાત્કાલિક અસરથી લાગુ કરાયા

ગુજરાત ગેસ લિમિટેડે ઔદ્યોગિક ગેસના ભાવમાં રૂ. ૨.૪૦નો વધારો કર્યો છે. આ કારણે હવે તેની કિંમત હાલના રૂ. ૩૮.૪૩ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરથી વધીને રૂ.

સેન્સેકસ 70 હજાર પોઈન્ટને પારઃ શેરબજાર ઓલ ટાઈમ હાઈઃ ગ્લોબલ માર્કેટમાં પણ તેજી
નાણાકીય વર્ષ 2022-23 માં દેશમાં રેકોર્ડબ્રેક આઠ કરોડથી વધુ આઈટી રિટર્ન ભરાયા
મિશન મૂન બાદ ઈસરો સૂર્ય મિશન માટે થઈ રહ્યું છે તૈયાર, સપ્ટેમ્બરમાં થઈ શકે છે આદિત્ય-L1નું પ્રક્ષેપણ

ગુજરાત ગેસ લિમિટેડે ઔદ્યોગિક ગેસના ભાવમાં રૂ. ૨.૪૦નો વધારો કર્યો છે. આ કારણે હવે તેની કિંમત હાલના રૂ. ૩૮.૪૩ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરથી વધીને રૂ. ૪૦.૮૩ પ્રતિ જષ્ઠ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, સ્પોટ લિક્વિફાઈડ નેચરલ ગેસના ઊંચા ભાવને કારણે કિંમતોમાં વધારો થયો છે. નવી કિંમતો આજથી ૨૧ ઓગસ્ટથી લાગુ થઇ છે

સતત પાંચ વાર ભાવ ઘટાડા બાદ ગુજરાત ગેસે હવે ૨૦૨૩માં ભાવ વધાર્યા છે. વર્ષની શરૂઆતમાં ઔદ્યોગિક ગેસના દર રૂ. ૪૭.૯૩ એસસીએમ હતા. ગુજરાત ગેસે ૨૦૨૩માં પાંચમી વખત કિંમતમાં ઘટાડો કર્યા બાદ મે મહિનામાં કિંમત ઘટીને રૂ. ૩૮.૪૩ પ્રતિ સેમી થઈ ગઈ હતી. ગુજરાત ગેસે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે ૪૩.૪ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે જે રૂ. ૨૧૬ કરોડ થયો છે. કંપનીએ કયુ૧એફવાય૨૪માં રૂ. ૪૧૨.૭૧ કરોડનો ઇબીઆઇટીડીએ નોંધાવ્યો હતો જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. ૬૨૬.૩૯ કરોડ હતો.

ગુજરાત ગેસે જણાવ્યું હતું કે ક્વાર્ટર માટે તેનું કુલ ગેસ વેચાણ વોલ્યુમ ૯.૨૨ મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ હતું, જે અગાઉના ક્વાર્ટરમાં ૮.૮૬ હતું. ઔદ્યોગિક વોલ્યુમ અગાઉના ક્વાર્ટર કરતાં ૧૦ ટકા વધીને ૫.૮૮ એમએમએસસીએમડી પર પહોંચી ગયું છે. ૧૮ ઓગસ્ટના રોજ એનએસઇ પર ગુજરાત ગેસનો શેર ૦.૩૬ ટકાના ઘટાડા સાથે રૂ. ૪૫૨.૫૫ પર બંધ થયો હતો.

ગુજરાત ગેસે ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. ૩૬૯.૨ કરોડ રહ્યો હતો. કંપનીના નફામાં થોડો ઘટાડો થયો છે જોકે પરિણામની સાથે કંપનીએ શેર દીઠ ૩૩૩ ટકા ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. તે રૂ. ૩૧૮૬૨ કરોડના માર્કેટ કેપ સાથે લાર્જકેપ કંપની છે. ૫૨ સપ્તાહનો સૌથી વધુ રૂ.૫૮૪ અને સૌથી ઓછો રૂ.૪૦૩ છે. કંપનીના શેરે એક વર્ષમાં લગભગ ૯ ટકાનું નકારાત્મક વળતર આપ્યું છે જ્યારે ત્રણ વર્ષનું વળતર ૯૦ ટકા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0