મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચે ધાર્મિક ગ્રુપ વિરુદ્વ પર કથિત રીતે નફરત ફેલાવનારી સામાગ્રી પોસ્ટ કરવાના મામલાને રદ્દ કરવાનો ઈન્કાર કરતાં જણાવ્યું કે પ
મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચે ધાર્મિક ગ્રુપ વિરુદ્વ પર કથિત રીતે નફરત ફેલાવનારી સામાગ્રી પોસ્ટ કરવાના મામલાને રદ્દ કરવાનો ઈન્કાર કરતાં જણાવ્યું કે પોસ્ટ કરનાર વ્યક્તિએ વ્હોટ્સએપ સ્ટેટસ દ્વારા અન્ય લોકોને કંઈક મેસેજ કરતી વખતે જવાબદારીની ભાવના સાથે વર્તવું જોઈએ.
જસ્ટિસ વિનય જોશી અને જસ્ટિસ વાલ્મિકી એસએ મેનેઝીસની ડિવિઝન બેન્ચે 12 જુલાઈના રોજ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આજકાલ વ્હોટ્સએપ સ્ટેટસનો હેતુ કોન્ટેક્ટમાં રહેલા લોકો સુધી કશુંક પહોંચાડવાનો છે.
તેમણે કહ્યું કે મોટાભાગે લોકો વ્હોટ્સએપ સ્ટેટસ ચેક કરતા હોય છે.

નાગપુર બેન્ચે 27 વર્ષીય કિશોર લેન્ડકર દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. કિશોરે કોર્ટમાં ભારતીય દંડ સંહિતા હેઠળ ઇરાદાપૂર્વક ધાર્મિક લાગણી અથવા આસ્થાને ઠેસ પહોંચાડવા અથવા ઠેસ પહોંચાડવા તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (પ્રિવેન્શન ઓફ ટેક્નોલોજી એક્ટ અને એટ્રોસી) અધિનિયમની જોગવાઈઓ માટે દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી.
માર્ચ 2023માં કિશોર લેન્ડકરે વ્હોટ્સએપ સ્ટેટસ અપલોડ કર્યું હતું અને તેમાં તેણે એક પ્રશ્ન લખ્યો હતો તથા લોકોને રિઝલ્ટ માટે ગૂગલ પર સર્ચ કરવાનું આહવાન કર્યું હતું. જ્યારે ફરિયાદીએ ગૂગલ પર સર્ચ કર્યું તો તેને ધાર્મિક લાગણી દુભાય તેવા પ્રકારની સામાગ્રી જોવા મળી હતી.


COMMENTS