અમેરિકાના વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેનનું કાર્યાલય છે. હવે વ્હાઈટ હાઉસમાંથી કોકેઈન જેવો નશીલો પદાર્થ મળી આવતા સિક્રેટ સર્વિસની ઉંઘ ઉડી ગઈ છે.
અમેરિકાના વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેનનું કાર્યાલય છે. હવે વ્હાઈટ હાઉસમાંથી કોકેઈન જેવો નશીલો પદાર્થ મળી આવતા સિક્રેટ સર્વિસની ઉંઘ ઉડી ગઈ છે. સિક્રેટ સર્વિસે મુલાકાતીઓની લોગ બૂક અને ફૂટેજ લઈ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
વ્હાઈટ હાઊસની વેસ્ટ વિંગમાં રાષ્ટ્રપતિની ટીમ સહિત સ્ટાફની ઓફિસો અને અન્ય વિભોગોનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગોને કોકેઈન મળ્યા બાદ ખાલી કરવામાં આવ્યા હતા નશીલો પદાર્થ મળી આવ્યા બાદ વ્હાઈટ હાઉસને સાવચેતીના પગલારુપે બંધ કરી દેવામાં આવ્યો હતો.
સિક્રેટ સર્વિસ એજન્ટોને ટૂર ગ્રૂપ માટેના અલાયદા વિસ્તારમાંથી રાબેતા મુજબની તપાસ દરમિયાન નશીલો પાવડર મળી આવ્યો હતો.આ ઘટના સમયે રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમનો પરિવાર મેરીલેન્ડના કેમ્પ ડેવિડમાં હતો.
અમેરિકાના કાયદા અમલીકરણના વરિષ્ઠ અધિકારીએ બીબીસીના યુએસ સંલગ્ન સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે આ પદાર્થ વ્હાઈટ હાઉસના સ્ટાફ અને મહેમાનો દ્વારા મોબાઈલ ફોન રાખવા માટે નિયમિતપણે ઉપયોગમાં લેવાતી સ્ટોરેજ ફેસિલિટીમાંથી મળી આવ્યો હતો.
પ્રારંભિક ટેસ્ટ કર્યા બાદ અધિકારીઓએ નશીલો પદાર્થ કોકેઈન હોવાનું જણાવ્યું હતું.પ્રેસ સેક્રેટરી કારિન જીન-પિયરે જણાવ્યું હતું કે કોકેઈનને વ્હાઇટ હાઉસમાં કેવી રીતે ઘૂસાડવામાં આવ્યો છે તે અંગે સિક્રેટ સર્વિસ તપાસ કરીને રિપોર્ટ આપશે.
COMMENTS