સાગરદાણ કેસમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને સાત વર્ષની સજા

HomeGujarat

સાગરદાણ કેસમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને સાત વર્ષની સજા

મહેસાણા કોર્ટે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રીની વિપુલ ચૌધરી સહિત ૧પ આરોપીઓને રર.પ કરોડના સાગરદાણ કૌભાંડના કેસમાં ૭ વર્ષની સજ

સુરત BRTS રુટમાં અક્સ્માતો: વિવાદાસ્પદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયકનો ચાર્જ છીનવાયો
PMના આગમનથી શું થવાનું છે, શું તેઓ ભગવાન છે: અવિશ્વાસ પ્રસ્તાવ પર મોદીના જવાબ પહેલા ખડગેનું નિવેદન
PM મોદીએ ઇજિપ્તની અલ-હકીમ મસ્જિદની લીધી મુલાકાત, જાણો શા માટે છે આ મસ્જિદનું મહત્વ

મહેસાણા કોર્ટે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રીની વિપુલ ચૌધરી સહિત ૧પ આરોપીઓને રર.પ કરોડના સાગરદાણ કૌભાંડના કેસમાં ૭ વર્ષની સજા ફરમાવી છે.

આજે સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો છે. રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી આ કેસમાં દોષિત જાહેર થયા છે. આ કેસમાં કુલ રર લોકો આરોપી હતાં જેમાં રર આરોપીઓ પૈકી ૩ ના મૃત્યુ થયા છે.

આ કેસની વિગતો એવી છે કે ર૦૧૩ના વર્ષમાં રૃા. રર.પ૦ કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું. ર૦૧૪માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે ર૧ હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી.

દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો હતો.

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સહિત ૧પ લોકોને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. જ્યારે ૪ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવ્યા છે.

મહેસાણા કોર્ટે આ કેસમાં વિપુલ ચૌધરી સહિત ૧પ દોષિતોને ૭-૭ વર્ષની સજા ફટકારી છે.

આ કેસમાં રર૦૦ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતાં. કુલ ૧૯ આરોપીઓ વિરૃદ્ધ કેસ ચલાવાયો હતો. જેમાંથી મહેસાણા કોર્ટે ૧પ લોકોને દોષિત ઠેરવી તમામને ૭ વર્ષની સજા ફટકારી છે તો ૪ લોકોને શંકાનો લાભ અપાયો છે.

અદાલતે આરોપીઓને કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો છે. જો વિપુલ ચૌધરી સહિતના ૧પ આરોપીઓને સેશન્સ કોર્ટ જામીન નહીં આપે તો તેઓને જેલમાં જવું પડી શકે છે. તે ઉપરાંત હવે વિપુલ ચૌધરી કદાચ ૬ વર્ષથી ચૂંટણી નહીં લડી શકે, તેમ જણાય છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0