ઈઝરાયેલે હમાસને છોડીને લેબેનોનમાં હવાઈ હુમલો કર્યો છે, અને આતંકી સંગઠન હિજબુલ્લાહના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના કટ્ટરપંથી
ઈઝરાયેલે હમાસને છોડીને લેબેનોનમાં હવાઈ હુમલો કર્યો છે, અને આતંકી સંગઠન હિજબુલ્લાહના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના કટ્ટરપંથી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસથી યુદ્ધ ચાલુ છે. અત્યાર સુધી બન્ને તરફે ૪૦૦૦ થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ૧૦ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલી સેનાએ હમાસને છોડીને લેબેનોનમાં આતંકી સંગઠન હિજબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. જ્યારથી હમાસ પર ઈઝરાયેલે હુમલો શરૃ કર્યો ત્યારથી લેબેનોન તરફથી બોમ્બમારો શરૃ થયો હતો.

આ પહેલા લેબેનોનના કટ્ટરપંથી સંગઠન હિજબુલ્લાહ પણ યુદ્ધમાં હમાસના સમર્થનમાં કૂદી ગયું હતું. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હિજબુલ્લાહને અમારી પરીક્ષા ના લેવાની ચેતવણી આપી છે. ઈઝરાયેલે આ પહેલા લેબેનોન સાથે પોતાની સરહદ પાસેના ગામને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. ઈઝરાયેલ પર હમાસે ૭ ઓક્ટોબરથી હુમલો કર્યો હતો તે પછી ઈઝરાયેલ-લેબેનોન સરહદ પર થયેલી અથડામણમાં લેબેનોની પક્ષના ૧૦ લોકો માર્યા ગયા હતાં, જ્યારે ઈઝરાયેલના બે લોકોના મોત થયા હતાં. આંતરરાષ્ટ્રીય સમુદાયને ઈરાન સમર્થિત હિજબુલ્લાહ અને ઈઝરાયેલી સેના વચ્ચે સંઘર્ષ વધવાની આશંકા છે.


COMMENTS