લોકસસભાની ચૂંટણી પહેલાં PM મોદીએ યુનિફોર્મ સિવિલ કોડનું શસ્ત્ર ઉગામ્યું,કહ્યું, “એક ઘરમાં બે કાયદા કેવી રીતે ચાલી શકે?”

HomeCountryPolitics

લોકસસભાની ચૂંટણી પહેલાં PM મોદીએ યુનિફોર્મ સિવિલ કોડનું શસ્ત્ર ઉગામ્યું,કહ્યું, “એક ઘરમાં બે કાયદા કેવી રીતે ચાલી શકે?”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, દેશ કેવી રીતે બેવડી વ્યવસ્થા સાથે ચાલશે.

કુસ્તીબાજોના અખાડામાં પહોંચ્યા રાહુલ ગાંધીઃ રેસલર્સની વેદના સાંભળી
હમાસના હુમલામાં 11 અમેરિકન નાગરિકો સહિત 40 વિદેશી માર્યા ગયા, અનેક લાપતા
પાકિસ્તાન ટ્રેન અકસ્માતઃ કરાચીથી રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 22ના મોત, 100 ઘાયલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, દેશ કેવી રીતે બેવડી વ્યવસ્થા સાથે ચાલશે. કેટલાક લોકો યુનિફોર્મ સિવિલ કોડના નામે મુસ્લિમોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતના મુસ્લિમોએ પણ સમજવું પડશે કે તેમને કયા રાજકીય પક્ષો ઉશ્કેરી રહ્યા છે. પસમંદા મુસ્લિમો પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે, તેઓ વોટ બેંકની રાજનીતિનો શિકાર બની રહ્યા છે. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે ભાજપ હવે પછાત મુસ્લિમોના તમામ ભ્રમ દૂર કરશે.

UCC ના નામે મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે

પીએમ મોદીએ કહ્યું, આજકાલ યુસીસીના નામે મુસ્લિમોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. કુટુંબના એક સભ્ય માટે એક નિયમ અને બીજા સભ્ય માટે બીજો નિયમ હોય તો શું તે ચાલશે?

સુપ્રીમ કોર્ટે કોમન સિવિલ કોડ લાવવાનો આદેશ આપ્યો છે

રાજકીય પક્ષો પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, જો આ લોકો મુસ્લિમોના સાચા શુભચિંતક હોત તો મુસ્લિમો પણ પાછળ ન રહ્યા હોત. સર્વોચ્ચ અદાલત વારંવાર કોમન સિવિલ કોડ લાવવાનું કહી રહી છે, પરંતુ આ વોટબેંકના ભૂખ્યા લોકો એવું કરવા માંગતા નથી.

પછાત મુસ્લિમો વોટબેંકની રાજનીતિનો શિકાર 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે પસમંદા મુસ્લિમો વોટ બેંકની રાજનીતિનો શિકાર બની રહ્યા છે. કેટલાક લોકોએ પસમંદા મુસ્લિમોનું જીવન બરબાદ કરી દીધું છે. તેમને હેરાન કરવામાં આવે છે પરંતુ દેશમાં તેમની ચર્ચા થતી નથી. તેમની સાથે સમાન વ્યવહાર કરવામાં આવતો નથી.

મુસ્લિમ દીકરીઓ સાથે ટ્રિપલ તલાક અન્યાયકારી

પીએમ મોદીએ કહ્યું કે ઘણા મુસ્લિમ દેશોમાં પણ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ છે. ટ્રિપલ તલાક એ મુસ્લિમ દીકરીઓ સાથે અન્યાય છે. ટ્રિપલ તલાકની હિમાયત કરનારાઓ વોટબેંકના ભૂખ્યા લોકો છે. તેઓ મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય કરી રહ્યા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0