અમેરિકામાં તીવ્ર ગરમીથી લોકો પરેશાન છે, અને કેલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડા જેવા શહેરોમાં આકાશમાંથી આગ વરસી રહી છે. તાપમાન ૪૩ ડીગ્રીને પાર પહોંચી ગયુ
અમેરિકામાં તીવ્ર ગરમીથી લોકો પરેશાન છે, અને કેલિફોર્નિયા, ટેક્સાસ, ફ્લોરિડા જેવા શહેરોમાં આકાશમાંથી આગ વરસી રહી છે. તાપમાન ૪૩ ડીગ્રીને પાર પહોંચી ગયું છે. કોલિફોર્નિયાની ડેથ વેલીમાં સ્થિતિ વધુ ખરાબ છે. અહીં રવિવારે તાપમાન પ૪ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
અમેરિકાના સંખ્યાબંધ શહેરોમાં હીટ સ્ટ્રોક લોકડાઉન લાદવામાં આવ્યું છે, અને લોકોને સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ૧૦૦ મિલિયન લોકોને આ ભારે ગરમીનું જોખમ છે. કેલીફોર્નિયાની ડેથ વેલીમાં અગાઉ પણ આ પ્રકારની ગરમીનો અનુભવ થઈ ચૂક્યો છે. ટેક્સાસ, ફ્લોરિડા અને એરિઝોનામાં છેલ્લા કેટલાય સપ્તાહોથી ભારે ગરમી પડી રહી છે.
અમેરિકન હવામાન વિભાગે દેશના ૧૧ કરોડ ૩૦ લાખ લોકોને ‘લૂ’ની ચેતવણી આપી છે. હવામાન વિભાગે જણાવયું કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થઈ શકે છ. એનડબલ્યુએસએ જણાવ્યું કે, લગભગ બે કરોડ લોકો ૪૩ ડિગ્રી સેલ્સિયસની ગરમીનો સામનો કરી રહ્યાં છે અને આગામી દિવસોમાં વધુ તાપમાનનો સામનો કરવો પડી શકે છ. ફલોરિડા, ટેકસાસથી લઈને કેલિફોર્નિયા સુધી શુક્રવારે રાત્રે ‘લૂ’ ની ચેતવણી જારી કરવમાં આવી હતી. એન-ડબલ્યુ-એસ એ જણાવ્યું હતું કે, શનિવાર પણ અસાધારણરૃપે ગરમ રહેશે. કેટલાક વિસ્તારોમાં દિવસના ઉચ્ચ તાપમાન ૪૬ ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. આગામી સપ્તાહ સુધી આકરો તાપ રહવાનો અંદાજ છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આકરી ગરમી ઉચ્ચ દબાણના ઉપલા સ્તરના એલિવેશનનું પરિણામ છે, જે સામાન્ય રીતેતેની સાથે ગરમ તાપમાન લાવે છે. પૂરા ક્ષેત્રમાં આ સંભવિત ઐતિહાસિક હીટવેવથી જલ્દી રાહત મળવાની સંભાવના નથી.
કોનિક્સમાં પારો ૪૭-૪૮ ડીગ્રીની આસપાસ યથાવત્ છે. આ શહેરોમાં રાત્રે પણ રાહત નથી. રાત્રિના સમયે પણ તાપમાન ૩ર-૩૩ ડીગ્રી સેલ્સિયસ રહે છે. નેશનલ વેધર સર્વિસની આગાહી અનુસાર કેલિફોર્નિયાની ડથ વેલીમાં રવિવારે તાપમાન પ૪ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ પૃથ્વી પર સૌથી વધુ તાપમાન તરીકે નોંધી શકાય છે. આવું થોડીવાર જ બન્યું છે. ર૦ર૦ માં પણ અહીં પારો પ૪ ડીગ્રીની આસપાસ પહોંચી ગયો હતો.
ઓલ ટાઈમ ગ્લોબલ રેકોર્ડ પ૬ ડીગ્રી સેલ્સિયસનો છે. ૧૯૧૩ માં ફર્નેસ ક્રીકમાં પણઆ જ તાપમાન નોંધાયું હતું. ૧૯૩૧ માં ટ્યુનિશિયામાં પપ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
અનેક શહેરો તથા ચોક્કસ વિસ્તારોમાં નાના બાળકો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. તેમને ખાસ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેમને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આ હીટ વેવ પહેલા આ વર્ષે કોનિક્સના મેરીકોપા કાઉન્ટીમાં ગરમીના કારણે ઓછામાં ઓછા ૧ર લોકોના મોત થયા હતાં, અને ગયા વર્ષે ૪રપ લોકોના મોત થયા હતાં, તેથી તંત્રો વધુ સતર્કતા રાખી રહેલા જણાય છે.
COMMENTS