લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું, રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું

HomeCountry

લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું, રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું

ચૂંટણી કમિશનર અરુણ ગોયલે 9 માર્ચથી રાજીનામું આપી દીધું છે. કાયદા અને ન્યાય મંત્રાલયે એક સૂચનામાં આની જાહેરાત કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી પહેલા ગોયલન

સાયબર એટેક: ડાર્ક વેબ પર 81.5 કરોડ જેટલા ભારતીયોનો પર્સનલ ડેટા લીક
મિઝોરમ બ્રિજ દુર્ઘટના: પશ્ચિમ બંગાળના 23 મજૂરોના મોતની આશંકા, 18 મૃતદેહો મળી આવ્યા
નાગપુરના ભાજપ નેતા સના ખાનને પતિ અમિત સાહુએ મોતને ઘાત ઉતારી, લાશ નદીમાં ફેંકી દીધી

ચૂંટણી કમિશનર અરુણ ગોયલે 9 માર્ચથી રાજીનામું આપી દીધું છે. કાયદા અને ન્યાય મંત્રાલયે એક સૂચનામાં આની જાહેરાત કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી પહેલા ગોયલનું રાજીનામું આવ્યું છે. તેમનો કાર્યકાળ ડિસેમ્બર 2027 સુધીનો હતો.

સત્તાવાર નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિએ ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું તાત્કાલિક અસરથી રાજીનામું સ્વીકારી લીધું છે.” અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે ચૂંટણીની તૈયારીઓ માટે અનેક રાજ્યોના પ્રવાસ પર હતા પરંતુ અચાનક તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે તેમના રાજીનામા માટે કોઈ કારણ જણાવ્યું નથી.

ગોયલ, એક નિવૃત્ત અમલદાર, પંજાબ કેડરના 1985-બેચના IAS અધિકારી હતા. તેઓ નવેમ્બર 2022માં ચૂંટણી પંચમાં જોડાયા હતા. ફેબ્રુઆરીમાં અનૂપ પાંડેની નિવૃત્તિ અને ગોયલના રાજીનામા સાથે, ત્રણ સભ્યોની EC પેનલમાં હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો સમાવેશ થાય છે.

અરુણ ગોયલે ભારતીય વહીવટી સેવામાંથી VRS લીધું હતું. VRS લેતા પહેલા, તેઓ કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલયમાં સચિવ તરીકે નિયુક્ત હતા. ચૂંટણી કમિશનર તરીકે તેમની નિમણૂકને લઈને વિવાદ થયો હતો જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0