સુરત: સંવર્ધક સમિતિના પ્રમુખ પર હુમલાના કેસમાં આરોપીના જામીન મંજુર, એડવોકેટ સમીર ખાને કરી દલીલો

HomeGujarat

સુરત: સંવર્ધક સમિતિના પ્રમુખ પર હુમલાના કેસમાં આરોપીના જામીન મંજુર, એડવોકેટ સમીર ખાને કરી દલીલો

સુરતનાં ગોપીપુરામાં આવેલી સંવર્ધક સમિતિના પ્રમુખ પર હૂમલાના કેસમાં આરોપીના જામીન મંજુર, એડવોરેટ સમીર ખાનની દલીલો માન્ય સુરત કોર્ટે ગોપીપુરા વિસ્તા

વક્ફ બોર્ડની મુતવલ્લી કેટેગરીની ચૂંટણીમાં વડોદરાના એડ્વોકેટ તૌફીક વોરાનો ભવ્ય વિજય
દુષ્કર્મ પીડિતાને લાલચ આપવા ગયેલા રાંદેરનો આરિફ ભામ ભેરવાયોડિંડોલી પોલીસે નોટિસ ઈશ્યુ કરીને અનેક ચેતવણી ઉચ્ચારી
સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે 24 ગાયના મોત, મહુવા-સુરત પેસેન્જર ટ્રેન સાથે સર્જાઈ દુર્ઘટના

સુરતનાં ગોપીપુરામાં આવેલી સંવર્ધક સમિતિના પ્રમુખ પર હૂમલાના કેસમાં આરોપીના જામીન મંજુર, એડવોરેટ સમીર ખાનની દલીલો માન્ય

સુરત કોર્ટે ગોપીપુરા વિસ્તારમાં આવેલી સંવર્ધક સમિતિના પ્રમુખ પર હૂમલાનાં કેસમાં ધરપકડ કારયેલા આરોપીની જામીન અરજી મંજુર કરવાનો હુકમ કર્યો હતો.

વિગત મુજબ ગોપીપુરા વિસ્તારમાં આવેલી સંવર્ધક સમિતિના પ્રમુખ બિપેશ શાહ પર મહિધરપુરા પોલીસ મથકની હદમાં 25મી  જુલાઈ 2023ના રોજ તેમની દુકાન પર કામકાજ કરી રહ્યા હતા ત્યારે 25થી 30 વર્ષની ઉંમરના યુવાન દ્વારા છરી વડે હૂમલો કરવામાં આવ્યો હતો. આ હૂમલામાં બિપેશ શાહને હાથ અને ખભાના ભાગે ઈજા પહોંચી હતી. બિપેશ શાહે બૂમાબૂમ કરતા હૂમલો કરનાર યુવાન ભાગી ગયો હતો.

આ ઘટના અંગે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરી સૈયદ હુસૈન સૈયદ હફીઝની ધરપકડ કરી હતી.

સુરતની કોર્ટમાં આરોપી વતી એડવોકેટ સમીર ખાન અને એડવોકેટ વસીમ ખાન દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવતા 2-જા એડિશનલ સેશન્સ જજ દ્વરા એડવોકેટ સમીર ખાનની દલીલોને માન્ય રાખી આરોપીના વીસ હજાર રુપિયા સહિત જરુરી શરતોને આધારે જામીન મંજુર કરતો હુકમ કર્યો હતો.  

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0