લંડન-અમેરિકાની ઈમારતો જેવું બનશે ગુજરાતનું નવું સચિવાલય, 100 કરોડનો છે પ્રોજેક્ટ

HomeGujarat

લંડન-અમેરિકાની ઈમારતો જેવું બનશે ગુજરાતનું નવું સચિવાલય, 100 કરોડનો છે પ્રોજેક્ટ

ગાંધીનગરનું જૂનું સચિવાલય હવે નવું સચિવાલય બનશે. ગાંધીનગર ના જીવરાજ મહેતા એટલે કે જૂનું સચિવાલય ભવનની જગ્યાએ હવે નવું ભવન બનાવવામાં આવશે. ૪૭ વર્ષ જૂન

ભારત-પાકિસ્તાનમાં લગ્નનો વધુ એક કિસ્સો, કરાચીની અમીનાએ ભારતીય યુવક અરબાઝ સાથે ઓનલાઈન નિકાહ કર્યા
કમબખ્ત ઈશ્ક: પોલીસવાળાને યુવતી સાથે થયો પ્રેમ, અડધી રાત્રે પ્રેમિકાને લઈ ભાગી ગયો
રાજકોટના મેયર પદે નયનાબેન પેઢડીયા, જામનગરનાં મેયર બનતા વિનોદ ખિમસુર્યા, ભાવનગરમાં ભરત બારડ બન્યા મેયર

ગાંધીનગરનું જૂનું સચિવાલય હવે નવું સચિવાલય બનશે. ગાંધીનગર ના જીવરાજ મહેતા એટલે કે જૂનું સચિવાલય ભવનની જગ્યાએ હવે નવું ભવન બનાવવામાં આવશે. ૪૭ વર્ષ જૂના જીવરાજ મહેતા ભવનમાં આવેલ વિવિધ બિલ્ડીંગ અને  કચેરીઓ ખૂબ જુના અને જર્જરિત થઈ ચૂક્યા હોવાથી આ નિર્ણય લેવાયો છે.

જુના સચિવાલયમાં ક્રમશ ૮ બ્લોક તૈયાર કરવામાં આવશે. પહેલા તબક્કામા ૧૦૦ કરોડના ખર્ચે બે બ્લોક તૈયાર કરાશે. આ માટે ટેન્ડરીંગ પ્રકિયા ટુંક સમયમાં જ શરુ થશે. જુના બિલ્ડીંગ યથાવત રાખી નવું સ્ટ્રક્ચર તૈયાર થશે.

નવા બિલ્ડીંગ બની ચુક્યા બાદ જ જુના બિલ્ડીંગ તોડવામાં આવશે. હાલ જુના સચિવાલયમાં ૨૦ બ્લોક આવેલ છે. હાલ ત્રણ માળના બદલે ૮ માળનું નવું સ્ટ્રક્ચર બનાવાશે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના રોજ થઇ અને વર્ષ ૧૯૭૧માં પાટનગર ગાંધીનગરની જાહેરાત કરવામાં આવી હતી. ૧૯૭૬માં જૂના સચિવાલય એટલે કે ડો. જીવરાજ મહેતા ભવનથી ગુજરાતનો વહીવટ શરૂ કરવામાં આવ્યો. આમ, આ ઈમારતે ૪૭ વર્ષમાં અનેક ચડતી પડતી જોઈ છે. ત્યારે હવે તે નવા વાઘા પહેરશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0