અમદાવાદના શાહે આલમ રોઝાના ટ્રસ્ટમાં વહીવટદાર બદલવા માટે કરાઈ માંગ, સ્થાનિક રહીશોએ વક્ફ બોર્ડને કરી રજૂઆત

HomeGujarat

અમદાવાદના શાહે આલમ રોઝાના ટ્રસ્ટમાં વહીવટદાર બદલવા માટે કરાઈ માંગ, સ્થાનિક રહીશોએ વક્ફ બોર્ડને કરી રજૂઆત

અમદાવાદના સુપ્રસિદ્વ ઓલિયા શાહે આલમ રોઝ ટ્રસ્ટમાં પાછલા કેટલાક વર્ષોથી ચાલી રહેલા વહીવટદાર શાસનને લઈ સ્થાનિક રહીશોએ હવે નવો મોરચો ખોલ્યો છે. શાહે આલમ

ઈદ,રામનવમી, આંબેડકર જયંતિ, મહાવીર જયંતિની ઉજવણી: સલાબતપુરા પીઆઈ રબારીએ યોજી શાંતિ સમિતિની મિટીંગ
ગુજરાતમાં પ્રથમ વખત નવરાત્રિ દરમ્યાન હાર્ટએટેકથી 36 લોકોના થયાં મોત: ઈમરજન્સી કોલમાં વધારો
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્રની યોજના હેઠળ પોણાપાંચ લાખથી વધુ પાકા ઘર બંધાયા

અમદાવાદના સુપ્રસિદ્વ ઓલિયા શાહે આલમ રોઝ ટ્રસ્ટમાં પાછલા કેટલાક વર્ષોથી ચાલી રહેલા વહીવટદાર શાસનને લઈ સ્થાનિક રહીશોએ હવે નવો મોરચો ખોલ્યો છે. શાહે આલમ રોઝા વિસ્તારમાં રહેતા રહીશોએ વર્તમાન વહીવટદારને બદલવાની માંગ સાથે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડને રજૂઆત કરી છે.

શાહેઆલમ રોઝામાં છેલ્લા ઘણા સમયથી વહીવટદાર તરીકે વક્ફ બોર્ડની કચેરી દ્વારા એન.આર. પઠાણની નિમણુંક કરી છે.એન.આર.પઠામ પોતાની વૃદ્ધાવસ્થાના કારણે તેમજ શારીરીક રીતે સક્ષમ ન હોઈ બીજા અન્ય કોઈ વહીવટદારની નિયમોનુસાર નિમણુંક કરવા માટે વકફના હિતમાં નિર્ણય કરવાની માંગ શાહે આલમ રોઝા વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવી છે.

વધુમાં વક્ફ બોર્ડની અખબારી યાદીની પ્રેસ નોટ/1894/2024 તારીખ : 5-3-2024ના પત્રમાં વકફ અધિનિયમ અન્વયે કલમ – 38 અને કલમ – 25 હેઠળ કરવામાં આવેલી નિમણૂંકની મુદ્દત પુર્ણ થઈ ગઈ હોવાથી આગળ કામગીરી કરવાની રહેતી નથી તેવું ઠરાવવામાં આવેલું છે. આના અનુસંધાને વકફના હિતમાં અને સમગ્ર દેશમાંથી આવતા યાત્રાળુઓની સુખ સુવિધાઓને ધ્યાનમાં લઈને યોગ્ય અને ખમતીઘર અને સક્ષમ વહીવટદારની નિમણુંક કરવામાં આવે તેવી અમો અરજદારની તથા સ્થાનિક રહીશોની લાગણી સાથે માંગણી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0