સુરત વાંકાનેરી મોમીન જમાત હોલમાં ફૈઝાને ગાઝી રબ્બાની ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે હાકડાના રોગો માટે ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત
સુરત વાંકાનેરી મોમીન જમાત હોલમાં ફૈઝાને ગાઝી રબ્બાની ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે હાકડાના રોગો માટે ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના જાણીતા ઓર્થોપેડિક ડોક્ટરોએ મેડીકલ કેમ્પમાં સેવા આપી હતી અને હાડકના દર્દીઓને જરુરી માર્ગદર્શન અને સારવાર માટેના ઉપાયોની સમજણ આપી હતી.
મેડીકલ કેમ્પનું આયોજન હોરીઝન મલ્ટી સ્પેશિયલાલિટી હોસ્પિટલનાં જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો.અનસ શેખના સહયોગ કરવામાં આવ્યું હતું. ડો.અનસ શેખ ઉપરાંત ડો.અસ્મિતા બવદાનિયા અને અન્ય તબીબોએ કેમ્પમા સેવા આપી હતી. મેડીકલ કેમ્પમાં વિવિધ રોગો માટે ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું હતું જ્યારે ફાઈલ ચાર્જ લેવામાં આવ્યો ન હતો અને ફ્રી ચેકઅપ કરવામાં આવ્યું હતું.
મેડીકલ કેમ્પના આયોજનમાં સૈયદ હયાત રબ્બાની,હાફીઝ યાસીન, મૌલાના ઈદ્રીસ રબ્બાની,રીયાઝભાઈ શીતલ,નવાઝ રબ્બાની,અખ્તરભાઈ ગાયવાલા, અલ્તાફભાઈ શીતલ,ઈલ્યાસભાઈ ધોબી, સાદાબભાઈ મન્સુરી, યુનુસ સાલુજી,સાદબ ફનીવાલા, આદિલ રબ્બાની,ઝુબેરભાઈ, ચાંદ રબ્બાની,અયાઝ કુરેશી, મહેફૂઝ શીતલ, ગુલામ નબી, ઝમીર રબ્બાની, સૈયદ સાહબ,આસીફ ગોપીપુરા, મુફિદ દાનેવાલા, અલ્તાફ ફનીવાલા,સહિતના સેવાભાવી લોકોએ જહેમત ઉઠાવી હતી. આમંત્રિત મહેમાનોમાં યુવા સામાજિક કાર્યકર શાકીર મસ્તાનની પણ ખાસ હાજરી જોવા મળી હતી.
COMMENTS